Monday, April 7, 2025
Google search engine
HomeAhmadabadશ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ (માતૃ સંસ્થા) ના ગુજરાત રાજ્યના પ્રમુખ તરીકે...

શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ (માતૃ સંસ્થા) ના ગુજરાત રાજ્યના પ્રમુખ તરીકે શૈલેષ ઠાકરની વરણી

શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજની આજે તા.૦૬/૦૪/૨૦૨૫ ને રવિવારના રોજ અમદાવાદ ખાતે યોજાયેલ સામાન્ય સભામાં ગુજરાતના પ્રમુખ તરીકે બ્રહ્મ સમાજના પીઢ આગેવાન શૈલેષ ઠાકરની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લા 35 વર્ષથી શૈલેષ ઠાકર જિલ્લા અને પ્રદેશ કક્ષાએ સતત કાર્યરત રહી સમાજની કામગીરી કરતા આવ્યા છે. સરળ, નિખાલસ અને પરગજુ સ્વભાવ ધરાવતા શૈલેષ ઠાકરની બ્રહ્મ સમાજના ગુજરાતના પ્રમુખ તરીકે વરણી થતા સમગ્ર ગુજરાત ઉપરાંત પંચમહાલ, મહીસાગર સહિત મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં રહેતા બ્રાહ્મણ સમાજમાં આનંદની લાગણી હોય તે સ્વાભાવિક છે.

સંસ્થાના હાલના પ્રમુખ પિનાકીનભાઇ રાવલની અધ્યક્ષતામાં યોજાયેલ આજની સામાન્ય સભામાં અમદાવાદ વેજલપુરના ધારાસભ્ય અમિતભાઈ ઠાકર, મણીનગરના ધારાસભ્ય અમૂલભાઈ ભટ્ટ સહિત અનેક હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. જેમાં પૂર્વ પ્રમુખ મહેશભાઈ મહેતા, એશીયાની સૌથી મોટી સિવિલ હોસ્પિટલના ડીન અને પંજાબ એમ્સ હોસ્પિટલના ચેરમેન ડો. કમલેશભાઈ ઉપાધ્યાય, મહામંત્રી અનિલભાઈ શુકલ, મહિલા પ્રમુખ શ્રીમતી ધારીણીબેન શુકલ, મહિલા ઉપપ્રમુખ શ્રીમતી રીનાબેન પંડ્યા, પ્રોજેક્ટ ઇન્ચાર્જ દેવાંગભાઈ દવે, બ્રહ્મ સમાજના યુવા આગેવાન જીગ્નેશભાઈ જોશી, આઇ.ટી સેલના ઇન્ચાર્જ પલકભાઈ ભટ્ટ સહિત ગુજરાતના તમામ જિલ્લાઓના પ્રમુખ, પદાધિકારીઓ, હોદ્દેદારો સહિત ખુબ મોટી સંખ્યામાં બ્રહ્મબંધુઓ ઉપસ્થિત રહ્યા હતા.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments