
બહેનને મળી બાઈક લઈ પરત ઘરે જતાં ચમારિયા રોડ પર ખજૂરી સાથે બાઇક ભટકાઈ.
દાહોદ જિલ્લાના સંજેલી તાલુકાના કોટા થી બહેનને મળી બાઈક લઈ પરત ઘરે જતાં ચમારિયા રોડ પર બાઇક પરનો કાબૂ ગુમાવતા ખજુરીના ઝાડ સાથે અકસ્માત થતાં આસપાસના લોકો દોડી આવ્યા હતા. અને ૧૦૮ની મદદથી સામૂહિક કેન્દ્રમાં ખસેડવામાં આવ્યો હતો. સારવાર મળે તે પહેલા યુવકનું મોત નિપજ્યું હતું. જેની જાણ થતાં જ પરિવારમાં શોકની લાગણી ફેલાઈ જવા પામી હતી.
સીંગવડ તાલુકાના નાની સંજેલી ગામનો ભાવેશ કલાભાઇ ડામોર પોતાના ઘરે નાની સંજેલી થી સંજેલીના કોટા ખાતે પોતાની બહેન તેમજ સાસરીમાં મળીને આવું તેમ કહી અન્ય યુવકની બાઇક લઇ નીકળ્યો હતો. યુવક ઘણી વાર સુધી ઘરે પરત ન આવતા તેની શોધખોળ માટે વાહન માલિક તેમજ યુવકના પિતા કોટા ગામે પુત્રીને ત્યાં શોધખોળ માટે દોડી આવ્યા હતા. પોતાની પુત્રીને પૂછતાં ભાઈ તો થોડી વાર પહેલાં જ ચમારિયા રોડ પરથી ઘરે જવા નીકળ્યો છે. તેવું જણાવતાં વાહન માલિક અને યુવકના પિતા ચમારિયા રોડ પરથી ઘરે જઈ રહ્યા હતા તે દરમિયાન રસ્તામાં બાઇક અકસ્માત થયેલ ત્યાં લોકોનું ટોળું જોવા મળતા ઉભા રહી અને જોતાં બાઇક ઉપર તેમના છોકરાનું અકસ્માત થયુ હોય તેવું જણાતા તાત્કાલિક સંજેલી સામૂહિક આરોગ્ય કેન્દ્ર ઉપર દોડી આવ્યા હતા. તપાસ કરતાં યુવકને સારવાર મળે તે પહેલા જ મોતને ભેટ્યો હતો.
મૃતક યુવક પોતાની બહેનને મળી ચમારિયા રોડ પર થી બાઇક લઇ પસાર થઇ રહ્યો હતો તે દરમિયાન બાઇક પરનો કાબૂ ગુમાવતા ખજૂરી સાથે ધડાકાભેર અથડાતા આસપાસના લોકો દોડી આવ્યા હતા અને યુવકને ૧૦૮ મદદથી સંજેલી સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં ખસેડવામાં આવ્યો હતો પરંતુ યુવકને માથાના ભાગે ગંભીર ઇજા પહોંચી હતી જેના કારણે યુવકને સારવાર મળે તે પહેલાં જ તેનું મોત નીપજ્યું હતું. યુવકનું મોત થયું હોવાની જાણ થતાં જ તેના પરિવારમાં શોકની લાગણી ફેલાઈ જવા પામી હતી. યુવકના પિતાએ સંજેલી પોલીસ મથકે અકસ્માતનો ગુનો નોંધાવી મૃતદેહનો પીએમ કરાવી શુક્રવારના રોજ કબજો મેળવ્યો હતો.