દાહોદ જિલ્લાના સંજેલી તાલુકામાં આવેલા કોટા સમુદ્ર સાગર તળાવમા ગઈ કાલ તા.૧૪/૦૫/૨૦૨૨ ને શનિવારના રોજ વાણીયા ઘાટી ગામના ત્રણ યુવાનો નાહવા માટે ગયા હતા. ત્યારે એક યુવાન કલ્પેશભાઈ માનસિંગભાઈ ભમાત નું ઉંડા પાણીમાં ડૂબી જતા મોત નીપજ્યું હતું. જયારે બે યુવાનો મા દિલીપભાઈ માનસિંગભાઈ તથા મોહનભાઈ કડકિયાભાઈ ભમાતનો આબાદ બચાવ થયો હતો. જયારે કલ્પેશ ઊંડા પાણીમાં ગરકાવ થતા તેની ખુબ જ જહેમત બાદ લાશ મળી આવી હતી. આ બાબતે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી સંજેલી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. મૃતકની લાશને પી.એમ. માટે સામૂહિક આરોગ્ય કેન્દ્ર સંજેલી ખાતે ખસેડવામાં આવી હતી.
સંજેલીના કોટા સમુન્દ્ર સાગર તળાવમા 3 યુવાનો નાહવા જતા એક યુવાનનુ ડૂબી જતા મોત
RELATED ARTICLES