- સંજેલી તાલુકાની સરોરી મુખ્ય પ્રાથમિક શાળામાં મધ્યાહન ભોજનમાં રાંધેલા ભાતમાં ઇયળો જોવાતા વિદ્યાર્થીએ આચાર્યને જાણ કરી.
- સરોરી મુખ્ય પ્રાથમિક શાળામાં સડેલું અનાજ ફળવાયું.
સંજેલી તાલુકાના સરોરી મુખ્ય પ્રાથમિક શાળામાં મધ્યાહન ભોજનના રાંધેલા ભાતમાં ઈયળ નીકળતા બાળકોએ ભુખીયા પેટે ઘર જવું પડયું.જથ્થામાં પણ જીવાત હોવાનુ સામે આવ્યુ. મામલતદારે તાત્કાલિક નવો જથ્થો ફાળવવાનો જણાવ્યુ
સંજેલી તાલુકામાં પ્રથમ સત્ર શરૂ થતા જ દરેક શાળાઓમાં શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાઈ રહ્યો છે અને બાળકોને મધ્યાહન ભોજન સંચાલકો દ્વારા જમવાનું પીરસવામાં આવી રહી છે. સંજેલી તાલુકાના સરોરી મુખ્ય પ્રાથમિક શાળામાં બાળકોને જમવામા ભોજન પીરસ્તા અચાનક રાંધેલા ભાતમાં ઇયળો જોવાતા બાળકો ચોંકી ઉઠ્યા હતા અને આચાર્ય તેમજ વાલીઓને જાણ કરતા હોભાળો મચ્યો હતો. રાંધેલા ભાતમાં જીવાત મળી આવતાં અનાજનો જથ્થો તપાસ કરતા જીવાંત પડી હોવાનું ધ્યાને આવતા આચાર્ય દ્વારા મામલતદાર ને જાણ કરાઈ હતી. રાંધેલું જમવાનું ફેંકી દેવાતા બાળકોને ભૂખ્યા પેટે ઘરે જવાનો વારો આવ્યો હતો. દરરોજ શાળાના આચાર્ય તેમજ શિક્ષકોએ એક સમિતિ બનાવી અને બાળકોને જમવા માટે આપવાનું જમણમાં એની ગુણવત્તા ચેક કરવામાં આવતી હોય છે પરંતુ બાળકોને જમવામાં ઈયળ જોવાય તો આ સમિતિએ શું ચેક કર્યું તેમજ બાળકોને યોગ્ય પ્રમાણમાં જમવાનું આપવામાં આવે છે કે કેમ તે પણ બાબતે પૂરતું ધ્યાન આપવામાં આવતું નથી તેવી પણ લોકોમાં ચર્ચા ઉઠી છે.
રાંધેલા ભાતમાં જીવાત નીકળતા જાણ થઈ હતી તે બાદ જથ્થો ચેક કરાતા નાની ઇયળ જોવા મળતા મામલતદારને જાણ કરી જે બાદ નવો જથ્થો સોમવારે ફાળવવામાં આવશે. તેમજ આ બાબતે શાળા કક્ષાએ SMC તેમજ વાલીઓની બેઠક બોલાવવામાં આવશે તેવું સરોરી મુખ્ય પ્રાથમિક શાળાના આચાર્ય મહેશભાઈ પટેલ દ્વારા જણાવવામાં આવ્યું હતું