FARUK PATEL – SANJELI
દાહોદ જિલ્લાના સંજેલી તાલુકાનાં મુખ્ય મથક સંજેલી ખાતે ઝાલોદ રોડ પર આવેલ બેંક ઓફ બરોડામાં ગત બુધવારના રોજ અન્ય વ્યક્તિના ખાતાની માહિતી ચેક કરાવવા ગયેલ મહિલાને બેંક કર્મચારી દ્વારા અપશબ્દનો પ્રયોગ કરાતા મહિલાએ પોતાના પિતાને આ બાબતે કહેતા ઉશ્કેરાયેલા પિતાએ બેંકમાં આવી બેંક કર્મચારીની ધુલાઈ કરી. આ તમામ ઘટના બેન્કના CCTV માં કેદ થવા પામી હતી.
સંજેલી ખાતે આવેલ બેંક ઓફ બરોડામાં આશરે બપોરના ૧૨ કલાકે આ ઘટના બનવાની સાથેજ બેંક વ્યવહાર ખોરવાઈ ગયો હતો અને ખાતેદારોને કલાકો સુધી લાઇનમાં ઊભા રહેવાનો વારો આવ્યો હતો.
૫૦૦ અને ૧૦૦૦ની નોટ બંદીને ૧૫૦ દિવસો પુર્ણ થઈ ગયા હોવા છતાં સંજેલી કહતે આવેલી બેંક ઓફ બરોડામાં હજી પણ મોટી મોટી લાઈનો જોવા મળી રહી છે. ત્યારે બેંક કર્મચારી દ્વારા બેંક ખાતેદારોને યોગ્ય પ્રમાણમા જવાબ આપવામાં આવતા નથી અને પુરતા પ્રમાણમા નાણાં પણ આપવામાં આવતા નથી ત્યારે અવારનવાર નાની મોટી બોલાચાલી અને બનાવો બનતા રહે છે. ત્યારે આજે કંટાળેલા એક વેપારીની પુત્રીને બેંક કર્મચારી દ્વારા યોગ્ય જવાબ ન અપાતાં વેપારીએ બેંકમાં જઈ બેંક કર્મચારીને લાંફો ઝીંકી દેતા સમગ્ર મામલો બીચક્યો હતો અને થોડી વાર માટે બેંક વ્યવહાર બંધ કરી દેવામાં આવ્યો હતો. જેને લઈને અમુક ખાતેદારોને પોતાના નાણાં લેવા માટે કલાકો સુધી લાઇનમાં ઊભા રહેવાનો વારો આવ્યો હતો.
સંજેલીના એક વેપારી શૈલેષભાઈ કોઠારીની પુત્રી અન્ય ખતનું બેલેન્સ ચેક કરાવવા અધવચ્ચે થી લાઇનમાં ઘુસી ગઈ હતી અને બેંક બેલેન્સ છે કરી આપવાનું કહેતા બેંક કર્મચારી દ્વારા લાઇનમાં આવો તેવું કહેતા વેપારીની પુત્રી ઉશ્કેરાઈને પિતાને ફરિયાદ કરતાં વેપારી બેંકમાં આવી બેંક કર્મચારી રાજીવ કુમાર જોડે મારી પુત્રીને કેમ અપશબ્દો કહ્યા તેમ કહી મારઝૂડ કરી હતી. આ તમામ ઘટના બેન્કના CCTV કેમેરામાં કેદ થઈ હતી અને તે બાબતે બેન્કનું કામકાજ પુર્ણ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેવું બેંક ઓફ બરોડાના મેનેજર રજનીકાંત મુનિયાએ કહ્યું હતું.