Thursday, December 5, 2024
Google search engine
HomeSanjeli - સંજેલીસંજેલીમાં વિમલ પાન મસાલાની કુત્રિમ અછત ઉભી કરી કાળાબજારી કરતા મોટા વેપારીઓ

સંજેલીમાં વિમલ પાન મસાલાની કુત્રિમ અછત ઉભી કરી કાળાબજારી કરતા મોટા વેપારીઓ

THIS NEWS IS SPONSORED BY –– SHRI KRISHNA SWEETS
દાહોદ જિલ્લાના સંજેલી તાલુકાના મુખ્ય મથક સંજેલીમાં કેટલાક મોટા ગજાના વેપારીઓ દ્વારા વિમલ – પાનમસાલા જેવી ચીજ વસ્તુઓમાં વધારે ભાવ લેવાઈ રહ્યા છે. લારી-ગલ્લાવાળાઓ પાસે પોતાની મનમાની રીતે ₹. ૧૪૦ થી ₹. ૧૫૦ લઈ રહ્યા છે. ત્યારે કેટલાક વેપારીઓ પાસે વિમલ હોવા છતાં પણ વિમલ આપવામાં આવતી નથી. ત્યારે સંજેલીના એક નાના વેપારી દ્વારા સંજેલી મામલતદાર કચેરીમાં  એક લેખિત રજુઆત કરવામાં આવી હતી. સંજેલીમાં વિમલ પાન મસાલા જેવી ચીજવસ્તુઓના જથ્થાબંધ વેપારી દ્વારા ઈરાદા પૂર્વક કુત્રિમ અછત ઉભી કરી પોતે મનસ્વી રીતે દરેેક લારી-ગલ્લા, દુકાનવાળાઓ પાસે જુદો જુદો ભાવ લેવામાં આવી રહ્યો છે. જે નાના વેપારીઓ પાસે ધોળા દિવસે  મરજી મુજબનો ભાવ લઈ ઉઘાડી લૂંટ ચલાવી રહ્યા છે. આવા વેપારીઓ સામે તાલુકાના જવાબદાર અધિકારીઓ કાયદેસરની કાર્યવાહી કરે તે પણ ખાસ જરૂરી છે.
THIS NEWS ISNPOWERED BY –– RAHUL HONDA
NEWSTOK24 ટીમ દ્વારા રીયાલીટી ચેક પણ કરવામાં આવી હતી. ત્યારે કેટલાક વેપારીઓએ કીધું હતું કે વિમલ પાન-મસાલા નું એક પેકેટ ₹. ૧૪૦ થી ₹.૧૫૦/- માં મળશે. ત્યારે બીજી તરફ કેટલાક વેપારીઓએ કુત્રિમ અછત ઉભી કરી અને કહ્યું કે અમારી પાસે તો વિમલ પાન-મસાલાનો જથ્થો જ નથી.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments