FARUK PATEL – SANJELI
દાહોદ જિલ્લાના સંજેલી તાલુકાનાં મુખ્ય મથક સંજેલી ખાતે ઝાલોદ રોડ ઉપર આવેલ ખેતીવાડી ઉત્તપન્ન બજાર સમિતિ સબયાર્ડના અનાજ માર્કેટમાં તારીખ ૨૪ માર્ચ ૨૦૧૭ શુક્રવારના રોજ સવાર ૧૦ વાગ્યાના અરસામાં બ્લોક નંબર ૫ માં અનાજના વેપારી સુનિલકુમાર સોહનલાલ ભંડારી દુકાનમા વેપાર માટે ગલ્લામાં પૈસા મૂકી બાઇક લઈ કામ અર્થે બજાર ગયા હતા તેનો લાભ લઈ ગઠિયો ખુલ્લી દુકાનમા ભરાઈ જઇ રૂપિયા ભરેલા ગલ્લાને ત્યાં પડેલી એક ખાતરની થેલી માં નાખી આજુબાજુના વેપારીઓની નજર ચૂકવી ફરાર થઈ ગયો હતો. જ્યારે દુકાન માલિક પરત ફરતા તે ગઠિયો મેઇન ગેટ પર પસાર થયો હતો પરંતુ સુનિલભાઈને તેનું ધ્યાન પણ ન રહ્યું. આ બનાવની જાણ થતાં જ વેપારીઓમાં ભારે ફફડાટ ફલાઈ ગયો છે. ધોળે દિવસે માર્કેટમાં ચોરી થતાં વેપારીઓ અચંબામાં પડી ગયા હતા આ સમાચાર લખાય છે ત્યાંસુધી પાલીસ ચોપડે ફરિયાદ નોંધાય ન હતી.
થોડા સમય અગાઉ સંજેલી અનાજ માર્કેટની અંદાજે ૨૦ જેટલી દુકાનો ચોકીદારોને બંધક બનાવી લૂંટ થઈ હતી તેથી સજાગ બનેલા તંત્રએ CCTV કેમેરેય લગાવ્યા છે. જેનો લાભ પોલીસને ઉઠાવગીરીનું પેગરું મેલ્વ્વમાં સહાય રૂપ બની રહેશે. આ બનાવ થી સમગ્ર સંજેલી તાલુકામાં ભારે ચર્ચાનો વિષય બની ગયો છે. અવાર નવાર હાટના દિવસે નાના-મોટા ચીલ ઝડપ જેવી ચોરીના બનાવો બનતાં હોય છે. ત્યારે પોલીસ વિભાગ દ્વારા પોઈન્ટ પર કાળજી રાખે તેવી માંગ ઉઠવા પામી છે.
માર્કેટ યાર્ડમાં અગાઉ થયેલી ચોરીનો ભેદ ઉકેલાયો નથી ત્યારે હાલ ધોળા દિવસે થયેલી ચોરીમાં ગઠિયો CCTV કેમેરામાં કેદ થવા પામ્યો છે. ત્યારે આ બંદ ની સાથે સાથે અગાઉ નો પણ ભેદ ઉકેલાય તેવી શક્યતાઓ જોવા મળે છે.