Faruk Patel Sanjeli
સંજેલી કન્યા શાળામાં સી.સી.ટીવી કેમેરા હોવા છતાં પણ શોભાના ગાંઠિયા સમાન, જે વર્ગમાં ચોરી થઇ છે તે ધો.૮-બમાં પણ સી.સી.ટીવી કેમેરા લગાવેલા છે.
સંજેલી વિસ્તારની નાની મોટી ચોરીના બનાવો બની રહ્યા છે ત્યારે સંજેલી પોલીસ સ્ટેશનથી ૨૦૦ મીટર દુર આવેલ સંજેલી પ્રાથમિક કન્યા શાળામાં ધોરણ ૮ના પાઠ્યપુસ્તકોની ચોરી.
રાત્રીના સમયે ચોરીના રવાડે ચઢી ગયેલા ચોરટાઓ ચોરી કરવામાં બાળકોને ભણવા માટેના પુસ્તકો પણ ચોરી જાય તે આશ્ચર્યજનક બનાવ સંજેલી ખાતે બન્યો છે, સંજેલી રાજ મહેલ રોડ પર આવેલી તાલુકા પ્રાથમિક કન્યા શાળામાં રજાનો લાભ લઈને તા.૬ થી ૮ દરમિયાન રાત્રીના સમયે અંધારાનો લાભ લઈને કોઈ અજાણ્યા તસ્કરોએ બાળકોને સરકારશ્રી તરફથી આપવામાં આવતા ધો.૮ના પાઠ્યપુસ્તકોની ચોરી કરી ગયા હતા આ બાબતની જાણ થતા શાળાના આચાર્ય ઇતલીબેન પલાસે સંજેલી પોલીસ સ્ટેશનમાં તા.૧૦મિ ના રોજ લેખિત ફરિયાદ આપેલ છે. ધો.૮-બ ના બહુમાળી મકાનના ઉપરના વર્ગમાં મુકેલા પાઠ્યપુસ્તકો રૂમના દરવાજાનો નકુચા તાળા તોડીને ગુજરાતી નં-૭૦, સામાજિક વિજ્ઞાન-૭૦, ગણિત-૭૦, વિજ્ઞાન ટેકનોલોજી-૭૦, હિન્દી નં-૨૫, સંસ્કૃત નં-૭૦, આમ કુલ ૩૭૦ જેટલા બાળકોને ભણવાના પાઠ્યપુસ્તકો ચોરી ગયા છે જયારે અંગ્રેજીના પુસ્તકો શાળાની પાણીની ટાંકી નીચેથી મળી આવ્યા હતા. આવા બેશરમી ચોરો શાળાને પણ છોડતા નથી. આ બાબતની સંજેલી પોલીસ મથકે ફરિયાદ થતા સંજેલી પી.એસ.આઈ. એમ.આઈ.ચોધરીએ પોલીસ શ્વાનની મદદ લઈને તપાસ હાથ ધરી છે.