FARUK PATEL – SANJELI
વનબંધુ કલ્યાણ યોજના અંતર્ગત દાહોદ જિલ્લા ડાયટ પ્રેરિત જિલ્લા કક્ષાના વિજ્ઞાન મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં દાહોદ જિલ્લાની કુલ ૧૮ જેટલી પ્રાથમિક શાળાઓએ ભાગ લીધો હતો. જેમાં પ્રદુષણ મુક્ત વાતાવરણ કરવાના વિવિધ શાળાઓ દ્વારા નવતર પ્રયોગ (કૃતિ) રજુ કરવામાં આવ્યા હતા. જેમાં સંજેલી તાલુકા કુમાર શાળાના સુદેયા નરેન્દ્રકુમાર ડી. અને બારિઆ અજયકુમાર શિક્ષકોના માર્ગદર્શન હેઠળ ધોરણ – ૮ (આંઠ) માં અભ્યાસ કરતાં હરીજન અભય રાકેશભાઈ દ્વારા સોલર ઉર્જાથી ચાલતી કાર રજુ કરવામાં આવી હતી. આ વિજ્ઞાન મેળામાં રજુ કરવામાં આવેલી સોલર કારના કારણે જીલ્લામાં પ્રથમ નંબર મેળવી સંજેલી તાલુકા કુમાર શાળાના બાળકને જિલ્લા ડાયટ વનબંધુ કલ્યાણ યોજના દ્વારા મેડલ એનાયત કરવામાં આવ્યું હતું અને વિદ્યાર્થી પ્રથમ નંબર મેળવી સંજેલી કુમાર તાલુકા શાળાનું ગૌરવ વધાર્યું હતું.