Faruk Patel – Sanjeli
દાહોદ જીલ્લાના નવરચિત સંજેલી તાલુકામાં 24 માર્ચ 2016 ના દિવસે આરોગ્ય વિભાગ દ્વારા World TB Day ની ઉજવણી કરવામાં આવે છે. જેના ભાગ રૂપે ગઈ કાલે 24મી ના રોજ તેમજ આજ રોજ 25 તારીખે સંજેલીમાં હાટ બજાર ભરાવવાથી આજુબાજુના વિસ્તારના લોકો સંજેલીમાં આવતા હોઈ તેને ધ્યાનમાં લઈને આજ રોજ સંજેલી ખાતે આ ઉજવણીનું વિશેષ આયોજન કરાયું હતું જેમાં TB રોગ વિશેની માહિતી તેમજ તેના ઉપચાર માટે એક કાર્યક્રમ યોજી પ્રજાને માર્ગદર્શન આપ્યું હતું અને આનો પ્રચાર પ્રસાર માઈક દ્વારા આજુબાજુના ગામોમાં માંડલી, વાસીયા, કરંબા તથા કદવાલમાં કરવામાં આવ્યો હતો. જેમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના કર્મચારીઓ, R.N.T.C.P. કર્મચારીઓ S.T.L.S. તેમજ અન્ય સહ કર્મચારીઓએ ભેગા મળીને TB તથા તેના ઉપચારની માહિતી ઉપસ્થિત રહીને સમજાવી હતી.