વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મન કી બાત કાર્યક્રમને લઇને દાહોદ જિલ્લા સાંસદ જશવંતસિંહ ભાભોર સરોરી ખાતે આવી પહોંચ્યા હતા અને કાર્યકર્તાઓ સાથે કાર્યક્રમ નિહાળ્યો હતો.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મન કી બાત કાર્યક્રમને લઇને દાહોદ જિલ્લા સાંસદ જશવંતસિંહ ભાભોર સરોરી ખાતે આવી પહોંચ્યા હતા. જ્યાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો મન કી બાતનો લાઇવ કાર્યક્રમ નિહાળ્યો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મન કી બાત કાર્યક્રમને સંબોધિત કરતા કહ્યું કે ચાર દિવસ બાદ નવું વર્ષ શરૂ થઈ રહ્યું છે. આગામી વર્ષે મનકી બાત કાર્યક્રમ યોજાશે. દેશમાં નવું સામર્થ્ય પેદા થઈ રહ્યો છે જેનુ નામ આત્મનિર્ભરતા છે. ચાઈનાને બાયકોટ કરી દેશમાં બનેલા રમકડાની માંગ વધી રહી છે. દેશવાસીઓના પત્રોમા સામૂહિક શક્તિની ભરપૂર પ્રશંસા કરી છે શક્તિની જનતા કરફ્યુ જેવો અભિનવ પ્રયોગ સમગ્ર વિશ્વ માટે પ્રેરણા બન્યો છે જ્યારે તાળી થાળી વગાડીને દેશે અમારા કોરોના વોરિયર્સનું સન્માન કરી એકતા બતાવી હતી તેને પણ કેટલાંક લોકોએ યાદ કર્યું છે. દેશમાં આશાનો એક અદ્ભુત પ્રવાહ જોયો છે. પડકાર તેમજ સંકટ ઘણા જ આવ્યા કોરોનાને લઈને સપ્લાય ચેન અનેક બાધાઓ પણ આવી પરંતુ સંકટથી નવી શીખ મેળવી ઝીરો ઇફેક્ટ ઝીરો ડિફેક્ટ થી વિચારની સાથે કામ કરવાનો ઉચિત સમય આવ્યો જેથી વોકલ ફોર લોકલ ઘર ઘરમાં ગુંજી ઉઠ્યું છે. કોરોનાની બેદરકારી હજુ પણ આપણા માટે ધાતક છે. કોરોના થી લડત મજબૂત રાખવા આહવાન કર્યું હતું કાર્યક્રમમાં તાલુકા પાર્ટી પ્રમુખ જશુભાઇ બામણીયા મંત્રી રામુભાઈ રાઠોડ રમેશભાઇ તાવિયાડ સરપંચ પ્રફુલભાઈ રાઠોડ સહિત મોટી સંખ્યામાં કાર્યકર્તા ઓ ઉપસ્થિત રહ્યાં હતાં સાથે મન કી બાત નો કાર્યક્રમ નિહાળ્યો હતો.