FARUK PATEL – SANJELI
દાહોદ જિલ્લાના સંજેલી તાલુકાનાં સંજેલી મથકે સરકારની યોજના અંતર્ગત નવા સત્રથી પ્રાથમિક તેમજ માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓમતે રમત ગમતના સાધનો શાળાના મેદનોમાં નવા જ પહેલી વાર આવતા શાળાના બાળકોમાં અનેરો આનંદ ફેલાયેલો જોવા મળ્યો છે. સંજેલી કુમાર પ્રાથમિક શાળા અને કન્યા શાળાના બાળકો આ નવા હીચકા, લપસણી, ફુલપ્સ જેવા સાધનો થી રમવાની બાળકોને મઝા પડી ગઈ છે. શાળામાં બાળકો માટે અગાઉ કોઈ સુવિધા ન હતી પરંતુ હાલમાં જ આ સગવડ બાળકોને મળતા શાળાના બાળકો તેનો ઉત્સાહભેર લાભ લઈ રહ્યા છે.