સંસ્કારી નગરી વડોદરા ખાતે રવિવારના રોજ ગુજરાત સિને મીડિયા એવોર્ડ દ્વારા વિવિધ ક્ષેત્રે શ્રેષ્ઠ કામગીરી કરનાર કલાકારો કાર્યકર્તાઓનું સન્માનનું કાર્યક્રમ યોજાયો હતો જેમાં સંજેલી તાલુકાના માંડલી ગામના આગેવાન નિવૃત્ત શિક્ષક અમરસિંહ બામણીયા નું પણ સન્માન કરવામાં આવ્યું હતું. જેઓ સંતવાણી.ભજનો ગરબાના સારા એવા કલાકાર છે.
વડોદરા ખાતે ગુજરાત સિને મીડિયા એવોર્ડ્સના ડાયરેક્ટર અમિત પટેલ દ્વારા સ્નેહ મિલન તેમજ એવોર્ડ સન્માન સમારોહ નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ખ્યાત નામ કલાકારો ટીમલી કલાકાર કમલેશ બારોટ ગાયક કલાકાર વિક્રમ ચૌહાણ પારુલ રાઠવા તોરલ રાઠવા ડભોઇ મેલડી મંદિરના વૈશાલી માસી પત્રકાર અને લેખક સિદ્ધાર્થ મણિયાર ફતેપુરા વિધાનસભાના ધારાસભ્યના અંગત મદદનીસ હિતેશભાઈ કલાલ દાહોદ જિલ્લાના મહિલા આગેવાન નીલમબેન વસૈયા પત્રકાર હેમરાજ વાળા,તેમજ અનેક કલાકારો ઉપસ્થિત રહ્યા હતા જેમાં 400 જેટલા વિવિધ ક્ષેત્રે ખ્યાતિ ધરાવતા શ્રેષ્ઠ કામગીરી કરનાર આગેવાનો કાર્યકર્તાઓને મેડલ પહેરાવી એવોર્ડ આપી પ્રમાણપત્ર આપી સન્માન કરવામાં આવ્યું હતું.જેમાં સંજેલી તાલુકાના આગેવાન નિવૃત્ત શિક્ષક અને કિસાન મોરચાના પ્રમુખ અને સમાજ સેવક અમરસિંહ બામણીયાને એવોર્ડ આપી સન્માન કરવામાં આવતા સમગ્ર દાહોદ તેમજ સંજેલી તાલુકાનું નામ રોશન થયું છે તેમના મિત્રોએ તેમને અભિનઁદન પાઠવ્યા હતા.
સંજેલી તાલુકાનું ગૌરવ : ગુજરાત સિને મીડિયા એવોર્ડ દ્વારા માંડલી ગામના નિવૃત્ત શિક્ષકને વડોદરા ખાતે એવોર્ડ એનાયત કરવામાં આવ્યો
RELATED ARTICLES