દાહોદ જિલ્લાના સંજેલી તાલુકાના માંડલી ગામના ડો. ચિરાગકુમાર અમરસિંહભાઈ બામણીયા માંડલી જેવા નાના ગામડામા કોઈ પણ ગરીબની સહાય, બીમાર દર્દી કે મુંગા પ્રાણીઓને તેમની જરૂરીયાત મુજબની સેવા માટે વિદ્યાર્થી કાળથી જ સેવા કરવા દોડી જતા હતા. માતા-પિતાની સેવા ભાવના કાર્યપ્રણાલીને વરેલા ડો.ચિરાગકુમાર ગરીબ દર્દીઓને તેમની જરૂરીયાત મુજબના લેબોરેટરી માટે દાહોદ, પંચમહાલ અને મહિસાગર જિલ્લાના લોકોને કેટલાક લેબ તપાસણી માટે અમદાવાદ કાં તો વડોદરા સુધીના આંટાફેરા મારવા પડતા હતા. તે એક સામાન્ય પરિવાર માટે મોટી સમસ્યા હતી. જેને ધ્યાનમાં લઈને દરેક પરિવારને ઓછા ખર્ચે નજીકમાં જ તેમની જરૂરીયાત મુજબની લેબોરેટરી તપાસ અને રિપોર્ટ ઝડપથી થઇ શકે તેવા શુભાશય સાથે લુણાવાડા ખાતે અત્યાધુનિક ટેકનોલોજી વાળી મશીનોથી સુસજ્જ અદ્યતન લેબોરેટરીનો પ્રારંભ તારીખ ૧૫મી ડિસેમ્બરના રોજ મોડાસા કબીર સંપ્રદાયના મહંત ડો.વિશ્રામદાસ સાહેબ (મંદસોર, મધ્યપ્રદેશ) તથા લુણાવાડાના ધારાસભ્ય જીગ્નેશભાઈ સેવકના શુભ હસ્તે રિબીન કાપી અમર ડાયગ્નોસ્ટિક સેન્ટરને ખુલ્લુ મુકવામાં આવ્યું હતું. આ પ્રસંગે પ્રથમ તસ્વીરમાં કબીર સંપ્રદાયના મહંત રોહિત દાસ સાહેબ નજરે પડે છે જ્યારે બીજી તસવીરમાં લુણાવાડા ના ધારાસભ્ય જીગ્નેશભાઈ સેવક ડો. ચિરાગભાઈ બામણિયાને શુભેચ્છા પાઠવી રહ્યા છે.
HomeSanjeli - સંજેલીસંજેલી તાલુકાનું ગૌરવ માટે માંડલીના યુવાન ચિરાગકુમાર બામણિયાએ મહીસાગર જિલ્લાના લુણાવાડા ખાતે...