તાજેતરમા ગાંધીનગર ખાતે માધવ ચેરિટેબલ ટ્રસ્ટ કપડવંજ, બ્રહ્મ સમાજ સેવા ટ્રસ્ટ મહેસાણા, અંનતા એજ્યુકેશન કેમ્પસ અને વેદ ઇન્ટ. સ્કૂલ ગાંધીનગર તથા પર્યાવરણ સંરક્ષક પ્રકલ્પ સંયોજકના સંયુક્ત ઉપક્રમે ગાંધીનગરના ટાઉનહોલમાં પર્યાવરણ સંરક્ષક એવોર્ડ 2025 રાજ્ય કક્ષાનો એવોર્ડ અર્પણ કાર્યક્ર્મ યોજાયો હતો. જેમાં દાહોદ જિલ્લના સંજેલી તાલુકાના વાસીયા પ્રાથમિક શાળાના નિવૃત પ્રાથમિક શિક્ષક અમરસિંહ ભાઈ બામણીયાને પર્યાંવરણ સંરક્ષક એવોર્ડ આપવામાં આવ્યો હતો. અમરસિંહભાઈ બામણીયાએ સંજેલી તાલુકાનું તેમજ શિક્ષક સમાજનું ગૌરવ વધાર્યુ છે.
સંજેલી તાલુકાનું ગૌરવ : વાસીયા પ્રાથમિક શાળાના નિવૃત પ્રાથમિક શિક્ષક અમરસિંહભાઈ બામણીયાને પર્યાંવરણ સંરક્ષક એવોડ આપવામાં આવ્યો
RELATED ARTICLES