ચીન દ્વારા ભારતીય સેનિકો ઉપર થયેલા હુમલાના વિરોધમાં દાહોદ જિલ્લાના સંજેલી તાલુકામાં આવેલ સંસ્કાર વિદ્યાલય માં આજે તા.૨૬/૦૬/૨૦૨૦ ને શુક્રવારના રોજ સંજેલી તાલુકા કોંગ્રેસ કાર્યકરોએ તેનો સખત વિરોધ કરી શહીદ થયેલ 20 વીર જવાનોના માનમાં મૌન પાળી શ્રદ્ધાંજલિ આપી હતી
જેમાં તાલુકા પ્રમુખ રામસિંગભાઈ ચરપોટ, અસંગઠિત મજદૂર કોંગ્રેસ સંઘ દાહોદ, મધ્ય ગુજરાતના ચેરમેન પ્રમુખ તેરસિંહભાઈ બામણીયા, સંજેલી તાલુકા વિરોધ પક્ષના નેતા રણછોડભાઈ પલાસ તથા મહિલા પ્રમુખ ફૂલવંતીબેન વગેરે કાર્યકર્તા વગેરે હાજર રહ્યા હતા.