દાહોદ જિલ્લાના સંજેલી તાલુકામાં લોકડાઉનની પરિસ્થિતિમાં પણ લોકોને અનેકવાર સમજાવવા છતાં પણ જાહેરનામાનો ભંગ કરતા ક્યારે પણ અચકાતા નથી. દાહોદ જિલ્લા વહીવટી તંત્ર તરફથી આવશ્યક ચીજવસ્તુઓ તેમજ અન્ય દુકાન દુકાનદારોને પોતાના ધંધા-રોજગાર શરૂ કરવા માટે સમયની ફાળવણી કરી છૂટ આપવામાં આવેલી છે. તેમ છતાં પણ કેટલાક માથાભારે લોકો જાહેરનામાની એસીતેસી કરીને જાહેરનામાનો ભંગ કરીને વહેલી સવારથી જ દુકાનો ખોલી દેતા ગઈ કાલે તા.૧૪/૦૫/૨૦૨૦ ને ગુરુવારના રોજ (૧) હાતિમ ફિદાહુસેન જોજવાલા (૨) સાલિક કરીમભાઈ મોડાસીયા (૩) દેવાભાઈ સવાભાઈ હરિજન (૪) યુનુસભાઇ શહીદભાઈ સાથીયા (૫) મુકેશભાઈ વેચાતભાઇ પટેલ આ પાંચ ઈસમો સામે તથા આજે તા.૧૫/૦૫/૨૦૨૦ ના શુક્રવારના રોજ વહેલી સવારે (1) રફીકભાઈ કરીમભાઈ સાથિયા (2) હિતેન્દ્રકુમાર ઘેવરલાલ જૈન (3) સલીમભાઈ સાદિકભાઈ કણાશવા સામે સંજેલી પોલીસે આ દુકાનદારો દ્વારા જાહેરનામાનો ભંગ કરાતા રંગે હાથે પકડી પાડી સંજેલી મહિલા P.S.I. ડી.જે. પટેલ તથા પોલીસ સ્ટાફ દ્વારા ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
સંજેલી તાલુકામાં જાહેરનામાનો ભંગ કરતા 2 દિવસમાં 8 લોકો સામે ગુન્હા નોંધાયા
RELATED ARTICLES