આરોગ્ય વિભાગે ગણતરીના કલાકોમાં જ સ્કેનિંગ કરી સર્વેની કામગીરી પૂર્ણ કરી.
૨૪ મીના રોજ પોઝિટિવ આવેલા યુવકે સારવાર મેળવેલ હોસ્પિટલના બે કર્મચારી પોઝિટિવ આવ્યા.
પાચ દિવસ અગાઉ સંજેલી ખાતે આવેલા SDM કોમ્પ્લેક્ષમાં ઇલેક્ટ્રિકની દુકાન સંચાલકને કોરોના પોઝિટિવ આવ્યો હતો. જેની હિસ્ટ્રી તપાસતા સંજેલીની પ્રખ્યાત હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર લીધી હોવાનું બહાર આવતા તબીબ સહિત સ્ટાફ ને હોમ કોરનટાઇન કરી સેમ્પલ મેળવ્યા હતા. જેમાંથી બે કર્મચારીઓનો રિપોર્ટ પોઝિટિવ આવતાં સમગ્ર પંથકમાં હાહાકાર મચી જવા પામ્યો છે. તાલુકાની ટીમે સ્થળની મુલાકાત લઇ સેનેટાઈઝ કરી વિસ્તારને સીલ કરવાની તજવીજ હાથ ધરી છે.
દાહોદ જિલ્લામાં કોરોના કહેર વચ્ચે સંજેલી તાલુકામાં બે કેસ પોઝીટીવ આવતા તંત્ર દોડતું થયું હતું. કોરોના કેસ પોઝીટીવ આવતા સમગ્ર પંથકમાં હાહાકાર મચી જવા પામ્યો હતો. ઝાલોદ રોડ પર SDM કોમ્પ્લેક્ષમાં ૨૪ મીના રોજ પોઝિટિવ આવેલા દાઉદ મુલ્લામીઠાવાલા એ સંજેલીની પ્રખ્યાત જોષી હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર મેળવી હોવાનું ધ્યાને આવતાં તબીબ સહિત સ્ટાફને કોરનટાઇન કરી રિપોર્ટ કરવવા માટેની તજવીજ હાથ ધરી હતી. જેમાંથી સંજેલી ખાતે મસ્જિદ ફળીયા વિસ્તારમાં રહેતા જર્મન મુસ્તાકભાઇ અને ચમારિયા ખાતે રહેતા નરવત ભમાતનો રિપોર્ટ પોઝિટિવ આવતાં સંજેલી તાલુકા આરોગ્ય વિભાગની ટીમે પોઝિટિવ દર્દીને ૧૦૮ ની મદદથી તાત્કાલિક દાહોદ ખાતે ખસેડી. સમગ્ર વિસ્તારને થર્મલ મશીન થી સ્કેનીંગ કરી ડેટા એકઠા કરી સમગ્ર વિસ્તારનો સર્વેની કામગીરી હાથ ધરી હતી. જ્યારે ચમારિયા ગામનો યુવકને એનપી ટેસ્ટમાં જ પોઝિટિવ જણાતા પંચમહાલ ખાતે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. ત્યારે સંજેલી ખાતે પોઝિટિવ આવેલા વિસ્તારને કન્ટેઈનમેન્ટ ઝોન તરીકે સીલ કરવા તાલુકા આરોગ્ય અધિકારી ડો આલમ, પુરવઠા મામલતદાર સુજલ ચૌધરી, સંજેલી PSI આર.કે. રાઠવા, સંજેલી સરપંચ કિરણ રાવત સહિતની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી અને સરપંચ દ્વારા તાત્કાલિક આ વિસ્તારને સેનેટાઈઝ કરી વિસ્તાર સીલ કરવા માટેની તજવીજ હાથ ધરી હતી.
દાહોદ ખાતે મોટા ભાગના કેસો પોઝિટિવ આવતા હોવાના ડરથી સંજેલી ખાતે પ્રખ્યાત હોસ્પિટલના આવેલા બંને કર્મચારીઓએ પંચમહાલના મોરવા હડફ ખાતે આવેલી સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં રિપોર્ટ કરાવ્યો હોવાનું જાણવા મળ્યું હતું.