FARUK PATEL – SANJELI
મામલતદાર, T.D.O., તાલુકા પ્રમુખ દ્વારા પ્રધાનમંત્રી આવાસના બાંધકામની મુલાકાત લીધી.
સંજેલી તાલુકા વિસ્તારમાં ૨૬મી જાન્યુઆરીના રોજ ધારાસભ્ય રમેશભાઈ કટારા દ્વારા ઢેડીયા, નેનકી, જસુણી પંચાયત વિસ્તારની મુલાકાત લીધી હતી તેમજ સંજેલી મામલતદાર, તાલુકા પ્રમુખ, તાલુકા વિકાસ અધિકારી દ્વારા જુસ્સા – માંડલી પંચાયત વિસ્તારની મુલાકાત લઈ પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થીના બાંધકામની મુલાકાત લીધી હતી. જસુણી ખાતે આવેલ રટોડા ફળીયામાં સામુહિક કુવાનું ખાતમુર્હત ધારાસભ્ય દ્વારા કરવામાં આવ્યું.
હાલ વિધાનસભાની ચુંટણીમાં પાતળી સરસાઈ જીત મેળવ્યા બાદ ધારાસભ્ય દ્વારા અવાર – નવાર વિકાસના કામોની મુલાકાત લેવામાં આવે છે લોકોને પૂરતા પ્રમાણમાં સુવિધા મળી રહે તે માટેના કામોના ખાતમુર્હત કરવામાં આવે છે જેને ધ્યાને લઈ ૨૬મી જાન્યુઆરીના રોજ સંજેલી ભાજપાના પ્રમુખ ફૂલસિંહ ભમાત, મહામંત્રી મહેન્દ્ર પલાસ, સુરેન્દ્રસિંહ સોલંકી, તાલુકા સભ્યો, સરપંચો અને કાર્યકરો અને જસુણી સરપંચ દીપિકાબેન પલાસની ઉપસ્થિતિમાં ધારાસભ્ય રમેશભાઈ કટારા દ્વારા પાણી પુરવઠા યોજનાના વિકાસના કામોમાથી સામૂહિક કૂવો બનાવવા માટે ખાતમુર્હત કરવામાં આવ્યું હતું.