FARUK PATEL – SANJELI
દાહોદ જિલ્લાના નવ રચિત સંજેલી તાલુકામાં તાલુકા સેવા સદન ખાતે તાલુકા પ્રમુખ માનસિંહ ભાભોરની અધ્યક્ષતામાં વર્ષ ૨૦૨૨ સુધીમાં સૌને ઘર હેતુથી પ્રધાનમંત્રી આવાસ યોજના વિષે એક વર્કશોપ યોજવામાં આવ્યો હતો. વર્કશોપમાં યોજના વિષે કઈ રીતે લાભ મળી શકે તેમજ જરૂરી બાંધકામનો માલસમાન ગુણવત્તા યુક્ત મળી રહે અને વ્યાજબી ભાવે સરળતાથી ઉપલબ્ધ બાંધકામ કરી શકાય જેવી વિસ્તૃત સમજ આપવામાં આવી હતી.
પ્રધાનમંત્રી આવાસ યોજના વિષે શનિવારના રોજ સંજેલી તાલુકા સેવા સદન ખાતે ઇંટોના થાંભલા અને કામળીનું પાકું ઘર બનાવી ગ્રામીણ વિસ્તારોમાં વસતા ઘરવિહોણા લાભાર્થીઓ અને કાચા જર્જરિત મકાનોમાં રહેતા પરિવારોને પાયાની સુવિધા સાથેનું પાકું આવાસ પૂરું પાડવાનો છે. આ યોજના સામાજિક અને આર્થિક નોંધણી વર્ષ ૨૦૧૧માં નામ ધરાવતા લાભાર્થીઓને ઓનલાઈન મંજૂરી આપવામાં આવી છે. અગાઉ આવી આવાસ યોજના પાછળ ઓછા નાણાં અપાતા હતા પણ હવે એક આવાસ દીઠ રૂપિયા ૧.૪૯ લાખ લાભાર્થી દીઠ ચૂકવવામાં આવશે. જેમાં કોઈ વચેટીયા નહીં હોય અને આ સહાય સીધે-સીધી લાભાર્થીના બેંક ખાતામાં જમા થઈ જશે, આવાસની સાથે પાણી, વીજળી અને શૌચાલયની સુવિધા પણ આપવામાં આવશે. સંજેલી તાલુકાનાં I.R.D. શાખાના વિસ્તરણ અધિકારી એમ.બી.બારિયાએ વિસ્તૃત સમજ આપી હતી.