દાહોદ જિલ્લાના સંજેલી તાલુકામાં કરોડોના ખર્ચે બનાવેલા અદ્યતન સુવિધાવાળા સેવા સદનનું તા.17 મી એપ્રિલ 2015માં રાજ્યના વન અને પર્યાવરણ અને આદિજાતિ વિકાસ મંત્રી મંગુભાઇ પટેલના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. મામલતદાર કચેરી અને સિવિલ કોર્ટના બીજા માળે આવેલી સીટીસર્વે કચેરી પાસે જ ગંદકી અને ચારે બાજુ ધૂળની ડમ્મરીયો જામેલી જોવા મળેલ છે. બંધ પડેલા ભંગાર વોટર કુલરના નળ પણ ગાયબ થઈ ગયેલ છે. તેના પર ઈંગ્લીશ દારૂની બોટલો જોવા મળી હતી. એક તરફ ગુજરાતમાં દારૂબંધી છે ત્યારે આ બોટોલો આવી ક્યાંથી જેવા અનેક સવાલો ઉભા કરે છે. શું સંજેલી તાલુકામાં આજે પણ દારૂ વહેંચ્યા છે ? પોલિસની કામગીરી સામે પણ શંકા ઉભી થઇ રહી છે. બીજા માળે સીટી સર્વે કચેરી આવેલી હોવાથી લોકોની અવર જવર રહેતી હોય છે અને બીજા માળે ઇલેક્ટ્રિક રૂમનો દરવાજો પણ ભંગાર હાલતમાં થઇ ગયો છે તથા ફ્લોરની ટાઈલ્સ પણ ઉખડી ગયેલ છે જે તકલાદી કામગીરીની ચાડી ખાય છે. એક તરફ પાણી પણ ટપકી રહ્યા છે. તાલુકા સેવા સદનમાં આવી લાલિયા વાડી કોણ ચાલાવી રહ્યું છે ? કોણ હશે આ દારૂની મહેફિલ માનનારા આ કર્મચારી ? તેની પણ લોક ચર્ચાઓ ચાલી રહી છે.
સંજેલી તાલુકા સેવા સદનમાં બીજા માળે ઈંગ્લીશ દારૂની બોટલો અને અત્યંત ગંદકી જોવા મળી
RELATED ARTICLES