THIS NEWS IS SPONSORED BY –– SHRI KRISHNA SWEETS
દાહોદ જિલ્લાના સંજેલી નગરના પુષ્પ સાગર તળાવના પાણીનો આજુબાજુ માં આવેલ હિન્દુ દેવીદેવતાઓના મંદિરોમાં જલાભિષેક તેમજ પૂજા-પાઠ માટે ઉપયોગ થતો હોય છે, આથી આ તળાવમાંમાં જતા ગટરના ગંદા પાણીને અટકાવવા માટે તેમજ ગટરના ગંદા પાણી અને અન્ય જગ્યાએ ડાઇવર્ટ કરવા માટે તેમજ કુંભાર ફળિયાની જર્જરિત આંગણવાડી તદ્દન બિસ્માર હાલતમાં છે ક્યારે તૂટી પડે અને નાના ભૂલકાઓ દટાઈ જાય તેવી બીક છે અને ચોમાસામાં આખા ઓરડામાં ચારે બાજુ પાણી પડે છે જેથી બાળકોને બેસવાની સમસ્યાઓ ઊભી થાય છે. અગાઉના TDO ને રૂબરૂ બોલાવી જાણ કરેલ હતી અને તેઓએ જણાવ્યું હતું કે જૂની આંગણવાડી તોડીને નવી આંગણવાડી નિર્માણ કરી આપવામાં આવશે પરંતુ તે દિવાસ્વપ્ન જેવું જ રહ્યું હતું. બાળકો ઉપર અમીદ્રષ્ટિ રાખી અને સમસ્યાનો ઉકેલ આવે તેવી રજૂઆત કરવામાં આવી છે.
વધુમાં પુષ્પ સાગર તળાવ પાસે આવેલ મીઠા પાણીના કૂવાની મરામત કરવા તેમજ કુવાના કાંઠાનું નવીનીકરણ કરવા તેમજ સંજેલીની મુખ્ય પાણીની ટાંકીમાં પીવાનું પાણી ભરવામાં આવે છે તેમજ નગરમાં પાણી આપવામાં આવે છે આવી પીવાના પાણીની ટાંકીની સાફસફાઈ કરવામાં આવે તે અત્યંત જરૂરી થઈ પડ્યું છે.
આમ આવી અનેક સમસ્યાઓને લઇ 53 દિવસ માટે ચાર્જ સંભાળતા તાલુકા વિકાસ અધિકારી એચ.ડી. મકવાણાને સંજેલી ના યુવાન આગેવાન કાર્યકરો દ્વારા સફાઈ કરવામાં આવે અને સત્વરે નિકાલ કરવામાં આવે તે માટે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું