
દાહોદ જિલ્લાના સંજેલી તાલુકામાં મેન રોડ જેમ કે બાઈપાસ, માંડલી રોડ, મામલતદાર નિવાસ સ્થાન તરફનો રસ્તો તેમજ સંજેલી થી પ્રતાપપુરા, ચમરિયા, પિછોડા ક્રોસિંગ થી સુલિયાત તરફનો રસ્તો દિવસે દિવસે માથાનો દુખાવો બનતો જાય છે. ચોમાસામાં વરસાદ ના પાણીથી મોટા મોટા ખાડા પડતા જાય છે અને વરસાદી પાણીના ડાબરકા ભરાતા જાય છે અને નાના મોટા વાહન ચાલોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે ત્યારે ભારે વરસાદ આવે તે પહેલા આ વિસ્તાર ના ભંગાર બની ગઈલા રસ્તાઓની વહેલી તકે મરામત થાય તેવી નાના મોટા વાહન ચાલોકોની વ્યાપક માંગ ઉઠી છે.