સંત નિરંકારી ચેરીટેબલ ફાઉન્ડેશન દ્વારા નિરંકારી બાબાજીના 65 માં જન્મદિવસના ઉપલક્ષમાં ઉત્સાહપૂર્ણ વાતાવરણમાં સફાઈ અભિયાન અને વૃક્ષા રોપણનો કાર્યક્રમ યોજાયો.
નિરંકારી સંતો દ્વારા સવાર ના 8 કલાકે વિશ્વમાં પર્યાવરણ જળવાય સ્વચ્છતા રહે અને આ ધરા સુંદર રૂપ પ્રાપ્ત કરે એવી પ્રતિજ્ઞા લઇ અને સફાઈ અભિયાન ઝાયડુસ હોસ્પિટલ ખાતે થી શરૂ કરી નહેરુ ગાર્ડન છોટે સરકાર રામા શ્યામ પાર્ક માં સફાઈ કરી અને સુંદર સંદેશ આપવાનો પ્રયાસ કર્યો હતો સાથે સાથે ઝાયડુસ મેડિકલ કોલેજ નિમનલિયા ખાતે 50 બહુમૂલ્ય વૃક્ષો જેવાકે લીમડો, પીપળો, વડ, આમલી, ગુલમહોર, અમલતાસ, બદામ તથા આંબાના વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું. જેમાં મેડિકલ કોલેજના મેનેજમેન્ટ તથા વિદ્યાર્થીમિત્રો એ પણ સહકાર આપી અને સ્વછતા માટે પ્રતિજ્ઞા લઇ અને પોતાનું યોગદાન આપ્યું હતું.
સમગ્ર ભારત દેશમાં કુલ 750 સરકારી હોસ્પિટલ, 20 રેલ્વે સ્ટેશન, 20 સરકારી શાળા, 50 સરકારી બગીચા, 50 બસ સ્ટેશન, 1000 રોડ, 1 લાખ વૃક્ષો, 3 લાખ સ્વયંસેવક, 15 લાખ અનુયાયીઓએ ઉત્સાહપૂર્ણ વાતાવરણમાં ભાગ લઈ કાર્યક્રમ ને સફળ બનાવ્યો હતો. દાહોદ જિલ્લામાં કુલ 11 ગ્રામ્ય વિસ્તારોમાં પણ આ સેવા કાર્ય કરવામાં આવ્યું હતું. અને ભારત દેશની બહાર પણ 200 શાખાઓમાં આજ રીતના સફાઈ અભિયાન અને વૃક્ષા રોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.