KEYUR PARMAR – DAHOD BUREAU
સંત નિરંકારી મિશન અને સંત નિરંકારી ચેરિટેબલ ફાઉન્ડેશન દિલ્હી દ્વારા માનવ સમાજ અને પર્યાવરણને ઉત્કૃષ્ઠ ભેંટ સદ્દ્ગુરૂ બાબા હરદેવસિંહજી મહારાજના જન્મ જયંતિ નિમિત્તે સમગ્ર ભારત દેશમાં સફાઈ અભિયાન અને વૃક્ષા રોપણનું આયોજન કરવામાં આવ્યું હતું. આજ રોજ નિરંકારી મિશનના ચોથા સદ્દ્ગુરૂ બાબા હરદેવસિંહજી મહારાજના જન્મ દિવસ નિમિત્તે સંત નિરંકારી મિશન અને સંત નિરંકારી ચેરિટેબલ ફાઉન્ડેશન દ્વારા સફાઈ અભિયાન અને વૃક્ષા રોપણનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સફાઈ અભિયાન હેઠળ દેશની રાજધાની દિલ્હી સહિત સમગ્ર દેશના રાજ્યો જેવા કે, મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ, ગુજરાત, આંધ્રપ્રદેશ, બિહાર, ઓરિસ્સા, કર્નાટક, ઉત્તર પ્રદેશ, ગોવા, ઉત્તરાખંડ, આસામ, પંજાબ, નાગાલેંડ, હરિયાણા, છત્તીસગઢ, હિમાચલ પ્રદેશ, વગેરે રાજ્યોમાં ૨૬૩ એવા રેલ્વે સ્ટેશન પણ આવરી લેવામાં આવ્યા હતા અને જેના ભાગ રૂપે આપના દાહોદ શહેરમાં પણ આ દિવસને ઉજવવામાં આવ્યો હતો.
દાહોદ જિલ્લાના દાહોદ તાલુકાનાં મુખ્ય મથક દાહોદ શહેરમાં આજરોજ સવારના ૦૮:૦૦ કલાકે આ અભિયાનની શરૂઆત સંત નિરંકારી મિશન બ્રાન્ચ દાહોદના સંયોજક ભુપેન્દ્રભાઈ આર. ગડરિયાના કર-કમલો દ્વારા કરવામાં આવી આ સફાઈ અભિયાનમાં શહેરના મધ્યસ્થ વિસ્તાર ગણાતા એવા કેશવ માધવ રંગમંચ, ગાંધી ગાર્ડન, નહેરુ ગાર્ડન, માં ભરતી ઉદ્યાન, છોટે સરકાર અને પૂરા એસ. વી. પટેલ રોડને આવરી લેવામાં આવ્યું હતું. આ મિશનના અને ફાઉન્ડેશનના સ્વયંસેવકો પૂર જોશથી સફાઈના આ કાર્યને નિભાવતા જોવા મળ્યા હતા અને ત્યાજ સાધુ સંગતથી જોડાયેલા નાના ભૂલકાઓ “સ્વચ્છ શહેર, હર્યુંભર્યું શહેર”, “વૃક્ષ વાવો, વિશ્વ બચાઓ”, “Plant tree for better tomorrow” જેવા બેનરો હાથમાં લઈને સ્વચ્છતા અને પર્યાવરણ પ્રત્યે લોક જાગૃતિનું કર્યા કરી પોતાનો ફાળો આપતા જોવા મળ્યા હતા.
આ સફાઈ અભિયાન અને વૃક્ષારોપણનું આયોજન સંત નિરંકારી મિશનની માત્ર આધ્યાત્મિક જાગૃતિ પ્રત્યે નહીં પરંતુ દેશ, માનવ સમાજ, પ્રકૃતિ, અને પર્યાવરણ પ્રત્યે પોતાની જવાબદારી પણ દર્શાવે છે. અને માંની સ્વચ્છતા અને સુંદરતાની સાથે સાથે માનવ સમાજ અને પ્રયવરણને સુંદર અને સ્વચ્છ બંવવાની તજવીજ પણ હાથ ધરતું રહે છે.