FARUK PATEL SANJELI
સંસ્કાર વિદ્યાલય અને શ્રી અભિનંદન માધ્યમિક હાઈસ્કૂલ સંજેલીમાં સ્વચ્છતા અને સામાજિક સમરસતા સપ્તાહની ઉજવણી કરવામાં આવી. આ પ્રસંગે શાળા દ્વારા શાળામાં સફાઈ, શાળા સેનિટેશનની સ્વચ્છતા, પાણીની ટાંકીની સફાઈ તેમજ કચરાપેટીનો ઉપયોગ કરાવવો, તેમજ શાળામાં નિબંધ સ્પર્ધાઓ અને વકૃત્વ સ્પર્ધા પણ રાખવામા આવી હતી.
સંસ્કાર વિદ્યાલયમાં ચિત્ર સ્પર્ધામાં માલિવાદ જ્ઞાનેશ્વરીબેન, ડામોર સુકરમભાઇ અને ભાભોર હિમાંશુ અને નિબંધ સ્પર્ધામાં સાઠીયા અલવીરાબેન, સંગાડા યુવરાજ અને માલિવાડ જ્ઞાનેશ્વરીબેનને એક, થી ત્રણ નંબર આપી વિજેતા જાહેર કર્યા હતા.
શ્રી અભિનંદન માધ્યમિક હાઇસ્કૂલમાં ચિત્રસ્પર્ધામાં પંચાલ કૃપાલકુમાર, પટેલ દિલીપકુમાર અને ડામોર સચેન્દ્રકુમાર તેમજ નિબંધ સ્પર્ધામાં ગણાસ્વાઉષાબેન, સેલોત કિંજલબેન અને સંગાડા રાજેન્દ્રભાઈને શાળા કક્ષાએ એક થી ત્રણ નંબરના વિજેતા જાહેર કર્યા હતા.
આ ઉપરાંત સંસ્કાર વિદ્યાલય અને શ્રી અભિનંદન માધ્યમિક હાઈસ્કૂલના વકૃત્વ સ્પર્ધામાં પ્રજાપતિ મુક્તાબેન મુકેશભાઇ, કામોળ અર્ચનાબેન રમેશભાઈ અને જૈન કૃણાલકુમાર વસંતભાઇ વિજેતા જાહેર થયા હતા.
તમામ વિદ્યાર્થીઓને શાળા પરિવાર તરફથી તેમજ શાળાના આચાર્ય રતનસિંહ બારિયા દ્વારા ખુબ-ખુબ અભિનંદન અને સુભાષિસ પાઠવ્યા હતા. વિદ્યાર્થીઓ અભ્યાસની સાથે-સાથે સામાજિક તેમજ કુટુંબ – પરિવાર અને પોતાના ગામનું નામ રોશન કરે અને જીવનમાં ખૂબ આગળ વધે તે માટે સૌએ અભિનંદન પાઠવ્યા હતા.