વિરમગામ, માંડલ, દેત્રોજ અને સાણંદ તાલુકાના 0 થી 6 વર્ષના બાળકોએ લાભ લીધો : સોલા સિવિલ હોસ્પિટલ ના નિષ્ણાંત તબીબો દ્વારા બાળકોની તપાસ કરવામાં આવી
વિભાગીય નાયબ નિયામક ડો. બીના વડાલીયા અને અમદાવાદ જિલ્લાના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. શૈલેષ પરમારના માર્ગદર્શન હેઠળ મહાત્મા ગાંધી સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ વિરમગામ ખાતે કોકલીયર ઈમ્પ્લાન્ટ સ્ક્રિનિંગ કેમ્પ યોજાયો હતો. આ કેમ્પમાં વિરમગામ, માંડલ, દેત્રોજ અને સાણંદ તાલુકાના 0 થી 6 વર્ષના બાળકોએ લાભ લીધો હતો. સોલા સિવિલ હોસ્પિટલના નિષ્ણાંત તબીબો દ્વારા બાળકોની તપાસ કરવામાં આવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, S.D.H. વિરમગામ ખાતે યોજાયેલા કોકિલયર ઈમ્પ્લાન્ટ સ્ક્રીનીંગ કેમ્પમાં વિરમગામના – 26, માંડલ ના – 8, દેત્રોજ ના – 4, સાણંદ ના – 3 બાળકો સહિત કુલ 41 બાળકોની તપાસ કરવામાં આવી હતી. જેમાંથી વધુ સારવારની જરૂરિયાતવાળા અને કોકલીયર ઈમ્પ્લાન્ટની જરૂરિયાતવાળા બાળકને સોલા સિવિલ હોસ્પિટલ અમદાવાદ ખાતે રીફર કરવામાં આવ્યા હતા. આ કેમ્પને સફળ બનાવવા માટે S.D.H. વિરમગામના અધિકારીઓ કર્મચારીઓ અને RBSK ટીમ સહિત આરોગ્ય વિભાગના અધિકારીઓ, કર્મચારીઓએ જહેમત ઉઠાવી હતી તેમ વિરમગામના તાલુકા હેલ્થ ઓફિસર ડો વિરલ વાઘેલા જણાવ્યું હતું.