Priyank Chauhan Garbada
સર્વ શિક્ષા અભિયાન અંતર્ગત “ભવાઇ જનજાગૃતિ કાર્યક્રમ” નું તારીખ.૧૪/૦૨/૨૦૧૬ થી તારીખ. ૧૯/૦૨/૨૦૧૬ દરમ્યાન આયોજન કરવામાં આવેલ છે. તેના ભાગરૂપે તારીખ.૧૪/૦૨/૨૦૧૬ રવિવારના રોજ ગરબાડા પંચાયત ઓફિસ પાસે ભવાઇ જનજાગૃતિ કાર્યક્રમનું આયોજન કરી શિક્ષણને લઈને લોકોમાં જનજાગૃતિ આવે તે માટે ભવાઇનો કાર્યક્રમ રાખવામા આવ્યો હતો.
બાળકો નિયમિત શાળામાં આવતા થાય, ગેરહાજર રહેતા બાળકોને નિયમિત કરવા, કન્યા શિક્ષણનો વ્યાપ વધારવો, નવી દાખલ થયેલ કન્યાઓને વિદ્યાલક્ષ્મી બોન્ડ આપવા, કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયમાં વિદ્યાલયમાં કન્યાઓનું નામાંકન કરવું, ગ્રામ્ય કક્ષાએ સ્ત્રી સાક્ષરતા દર વધારવો,એસ.એમ.સી. (શાળા વ્યવસ્થાપન સમિતિ) ની કક્ષાએ સક્રિય લોક ભાગીદારી માટે જાગૃતતા, બાળકો માટે શાળામાં સિઝનલ હોસ્ટેલની વ્યવસ્થા, એસ.ટી.પી. વર્ગોનું શાળામાં આયોજન, પ્રાથમિક શાળામાં ધોરણ 1 થી 5 માં 1.5 કી.મી. થી વધુ અને અપર પ્રાઇમરી શાળા માટે 3 કી.મી. થી વધુ દૂરથી આવતા બાળકો માટે ટ્રાન્સપોર્ટેસનની સુવિધા, વિકલાંગ બાળકો માટેનું સામાન્ય બાળકો સાથે સંકલિત શિક્ષણ, ધોરણ 6 થી 12 સુધીની મોડેલ સ્કૂલોમાં ધોરણ 6 અને 9 માં પ્રવેશ જેવી અનેક બાબતોની ભવાઇના સંગીતમય કાર્યક્રમ થકી લોકોને સમજ આપવામાં આવી હતી અને કન્યા કેળવણી ઉપર વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો.