Thursday, January 23, 2025
Google search engine
HomeLimkheda - લીમખેડાસાંસદ આદર્શ ગામ દુધિયા વાયફાયથી સજજ : ₹. ૧.૩૭ કરોડના ખર્ચે નિર્માણ...

સાંસદ આદર્શ ગામ દુધિયા વાયફાયથી સજજ : ₹. ૧.૩૭ કરોડના ખર્ચે નિર્માણ પામનાર રોડ, સ્મશાન ગૃહ અને કોમ્યુનિટી હોલ

HIMANSHU PATEL – LIMKHEDA (DUDHIYA)

 

 

THIS NEWS IS SPONSORED BY : RAHUL MOTORS

 

  • મુખ્ય બજારનો રસ્તો સ્મશાન ગૃહ અને કોમ્યુનીટી હોલનું ખાતમુર્હત કરતા : કેન્દ્રીય આદિજાતિ રાજય મંત્રીશ્રી જશવંતસિંહ ભાભોર
  • કેન્દ્ર અને રાજય સરકાર દુધિયા ગામના વિકાસની ખૂટતી કડીઓને ઝડપી પૂર્ણ કરવા કટિબધ્ધ
  • દુધિયાની ટ્રાફિક સમસ્યા અને ચોરી જેવા બનાવોને અટકાવવા કાયમી પોલીસ આઉટ પોસ્ટ ઉંભુ કરાશે – જશવંતસિંહ ભાભોર
  • સંપૂર્ણ દુધિયા ગામને ફી વાય ફાઇની સુવિધાનો શુભારંભ કરતા કેન્દ્રીય આદિજાતિ રાજય મંત્રી જશવંતસિંહ ભાભોર

દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના દુધિયા ગામની સાંસદ આદર્શ ગામ તરીકે પસંદગી થયેલ છે. કેન્દ્ર અને રાજય સરકાર દ્વારા જિલ્લા વહીવટી તંત્રના ઉપક્રમે ગામનો ખૂબ ઝડપથી વિકાસ થઇ રહયો છે.
દુધિયા સાંસદ આદર્શ ગામના વિકાસને વધુ ગતિ આપતી સેવા એવી ભારત સંચાર નિગમ લીમીટેડ દ્વારા સાંસદની ગ્રાંટમાંથી આખા ગામને આવરી લેતા ફ્રી વાય ફાય સેવાનો શુભારંભ તથા ₹.૧.૩૭ કરોડના ખર્ચે નિર્માણ પામનાર મુખ્ય બજારનો સી.સી.રોડ, ગામના સમાજ ઘર તથા સ્મશાન ગૃહનું ખાતમુર્હત ભારત સરકારના આદિજાતિ વિકાસ રાજયમંત્રી જશવંતસિંહ ભાભોરના હસ્તે કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે દુધિયા શિવજી મંદિર ખાતે સભાને સંબોધતાં કેન્દ્રીય આદિજાતિ રાજયમંત્રીશ્રી જશવંતસિંહ ભાભોરે જણાવ્યુ હતુ કે દાહોદ જિલ્લાની મહત્વા કાંક્ષી જિલ્લા તરીકે, દુધિયા ગામને આદર્શ ગામ તરીકે અને દાહોદને સ્માર્ટ સીટી તરીકે પસંદગી કરવામાં આવી છે. ત્યારે કેન્દ્ર અને રાજય સરકાર આ જિલ્લા ના વિકાસ માટે મક્કમતા પૂર્વક આગેકૂચ કરી રહી છે. દુધિયા ગામની સુંદરતા માટે લેકગાર્ડન ખૂબ જ મહત્વનું પૂરવાર થયું છે. દુધિયા ગામ વાયફાઇથી સજજ થતાં સંદેશા વ્યવહાર ખૂબ સરળતાથી ઉપલબ્ધ થશે.મુખ્ય માર્ગથી ગામને જોડતો મુખ્ય રસ્તો સી.સી.રોડ બનવાથી લોકોને આવાગમન માટેની સુવિધા પ્રાપ્ત થશે. મનુષ્યના મોક્ષ માટેનું છેલ્લુ ગણાતું સ્થળ સ્મશાન ગૃહ પણ બનતા વરસાદ જેવી ઋતુમાં લોકોએ મૃતકની અંતિમ વિધિ માટે તકલીફ પડશે નહીં. દુધિયા ગામમાં આગામી સમયમાં પોલીસ આઉટ પોસ્ટ ઉંભુ કરાતાં ટ્રાફિક સમસ્યા હલ થશે સાથે ચોરી જેવા બનાવો અટકશે. દુધિયા ગામના વિકાસની ખૂટતી કડીઓને પરિપૂર્ણ કરવામાં આવશે તેમ મંત્રીશ્રી ભાભોરે જણાવ્યું હતું.

આ પ્રસંગે ભારત સંચાર નિગમ લીમીટડેના મુખ્ય અધિકારીશ્રી એ.આઇ.વ્હોરાએ જણાવ્યું હતું કે કેન્દ્રીય રાજય મંત્રીશ્રીના પ્રયત્નોથી સાંસદ આદર્શ ગામ દુધિયાને ફી વાય ફાયથી સજજ કરવામાં આવ્યું છે. તેઓના પ્રયત્નોથી દાહોદ જિલ્લામાં બી.એસ.એન.એલના ૧૩ ટાવરો પણ મંજુર થયા છે. તે પૈકી એક ટાવર દુધિયા ગામમાં પણ ઉભો કરાશે. આ સુવિધાઓ ઉપલબ્ધ થતાં ખૂબ જ સરળતાથી અને ઝડપથી દૂર સંચાર માધ્યમ દ્રારા સંદેશા વ્યવહારનો લાભ ગ્રામજનોને મળશે.

આ કાર્યક્રમમાં શીંગવડ તાલુકા પંચાયત પ્રમુખ સી.કે.કિશોરી, જિલ્લા પંચાયત સદસ્ય સર્વે મંગુભાઇ, રૂપસિંગભાઇ, સરપંચ મનુભાઇ ભુરીયા, નાયબ કાર્યપાલક ઇજનેર મુનિયા, મામલતદાર પટેલ, તાલુકા વિકાસ અધિકારી મનાત, દાહોદ દૂર સંચાર નિગમના ઇજનેર હેંમત રાઠોડ, અગ્રણીઓમાં સ્નેહલભાઇ ધરીયા, ગામના અગ્રણી ર્ડા. જશુભાઇ પટેલ, બી.એસ.એન.એલ. વિભાગના અધિકારી/કર્મચારી, ગામના તમામ સમાજના અગ્રણીઓ, ગ્રામજનો વગેરે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહયા હતા.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments