ગુજરાતની વિકાસ યાત્રાને અવિરત શરુ રાખી નાગરિક પ્રથમના અભિગમ સાથે લોકાભિમુખ અને સક્રિય શાસનના પગલાના ભાગરુપે સમગ્ર ગુજરાત માં વિકાસ સપ્તાહ-૨૦૨૪ની ભવ્ય ઉજવણી હાથ ધરવામાં આવી છે.
‘વિકાસ સપ્તાહ’ ની ઉજવણીના ભાગરુપે સાંસદ જશવંતસિંહ ભાભોરની પ્રેરક ઉપસ્થિતિમાં વિકાસ સપ્તાહ અંતર્ગત પશુપાલન શિબિર યોજવામા આવી હતી. પશુપાલન શાખા સિંગવડ મારફતે પશુપાલન ખાતાની વિવિધ યોજનાઓ જેવી કે, ખાણ-દાણ સહાય, ચાફ કટર, બકરા યુનિટ સંવર્ધન, વાછરડી જેવી વિવિધ યોજનાના મંજૂરીપત્રોનુ દાહોદના સાંસદ જશવંતસિંહ ભાભોરના વરદ હસ્તે વિકાસ સપ્તાહ અંતર્ગત વિતરણ કરવામાં આવ્યુ હતુ.
આ પ્રસંગે નાયબ પશુપાલન નિયમક ડો.કમલેશ ગોસાઇ સહિત તાલુકા પંચાયત સીંગવડના પ્રમુખ, જિલ્લા પંચાયતના સભ્યો, તાલુકા પંચાયતના સભ્યો, તાલુકાની મંડળીઓના ચેરમેન, સેક્રેટરીઓ અને લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.