Friday, November 22, 2024
Google search engine
HomeDahod - દાહોદસામાન્ય નાગરિકોના કામ ગ્રામ પંચાયતમાં તલાટી કક્ષાએ અટકે નહી તે માટે વોટસઅપ...

સામાન્ય નાગરિકોના કામ ગ્રામ પંચાયતમાં તલાટી કક્ષાએ અટકે નહી તે માટે વોટસઅપ ફરીયાદ નિવારણ નંબર પ્રારંભ કરાયો : જિલ્લા વિકાસ અધિકારી નેહા કુમારી

જિલ્લા વિકાસ અધિકારીશ્રીની સામાન્ય નાગરિકોની રાવ દૂર કરવા માટેની સુંદર પહેલ.

દાહોદ જિલ્લા વિકાસ અધિકારી નેહા કુમારીએ સામાન્ય નાગરિકોના કામ ગ્રામ પંચાયતમાં તલાટી કક્ષાએ અટકે નહી તે માટે વોટસઅપ ફરીયાદ નિવારણ નંબરની પહેલ કરી છે. સામાન્ય નાગરિકોને ગ્રામ પંચાયતોમાં તેમની કામગીરી પેન્ડિંગ ન રહે તેમજ ઝડપથી કામગીરી પૂર્ણ થાય એ માટે ફરિયાદ નિવારણ વોટસઅપ નંબરનો પ્રારંભ કરાયો છે.

આ નંબર ઉપર સામાન્ય નાગરિકો વોટ્સઅપ મેસેજ દ્વારા તેમની રાવ નાખી શકશે. જેના પર તાત્કાલિક પગલા લઇને ફરિયાદનું નિવારણ કરાશે. આ નંબર ઉપર દાહોદ જિલ્લાની તમામ ગ્રામ પંચાયતો ઉપર તલાટી તેમની ઓફિસમાં નિયમિત રીતે હાજર રહે છે કે કેમ? તમારું કામ તલાટી પાસે પેન્ડિંગ છે અને તેઓ જવાબ નથી આપતા ? આવી કોઈપણ તલાટીની સરકારી કામગીરી સંબંધિત ફરિયાદ / આવકના દાખલા / જાતિનો દાખલો વિગરે માટેની કોઈપણ રજુઆત જિલ્લા વિકાસ અધિકારીશ્રી દાહોદ ફરિયાદ નિવારણ નંબર ૯૧-૭૫૬૭૦૦૫૦૭૩ ઉપર વિગતો સાથેનો સંદેશ / વોટસએપ ઉપર કરી શકાશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments