આગામી સમયમાં લોકસભાની ચૂંટણી યોજાવાની છે ત્યારે દાહોદ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર યોગેશ નિરગુડેના માર્ગદર્શન હેઠળ દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકના મોટા આંબલીયા ખાતે મતદાર જાગૃતિ અને ૮૦ વર્ષથી વધુની વયના મતદારોનું મામલતદાર જી.કે.શાહ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું,
આ પ્રસંગે મામલતદાર જી.કે. શાહ એ જણાવ્યું કે મતદાન હક્ક અને ફરજ બંને છે. મતદાન કરવું એ હક્ક પણ છે અને મતદાન કરવું એ ફરજ પણ છે. માટે આ મતદાનના અધિકારનો ઉપયોગ કરવા અને લોકશાહીને વધુ સશકત કરવા ઉપસ્થિત સૌને અનુરોધ કર્યો હતો. આ પ્રસંગે નાયબ મામલતદાર, ઝોનલ ઓફિસર સહિત મતદારો જોડાયા હતા.