Monday, November 18, 2024
Google search engine
HomeSingvadસીંગવડની તોયણી પ્રાથમિક શાળાના નરાધમ આચાર્ય દ્વારા આચરવામા આવેલ ઘટનાનુ રિકન્સ્ટ્રક્શન કરવામાં...

સીંગવડની તોયણી પ્રાથમિક શાળાના નરાધમ આચાર્ય દ્વારા આચરવામા આવેલ ઘટનાનુ રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું : પોલીસે સમગ્ર ઘટનાનુ મોડી સાંજ સુધી કર્યું વિડીયો રેકોર્ડિંગ

દાહોદ જિલ્લાના સીગવડ તાલુકાની તોયણી પ્રાથમિક શાળાની ધોરણ-1 ની વિદ્યાર્થીની સાથે શાળાના જ આચાર્યએ પોતાની કાળા કાચની કારમાં દુષ્કર્મનો પ્રયાસ કરી હત્યા કરી દેતા પોલીસે અત્યારે આચાર્યને ધરપકડ કર્યા બાદ લીમખેડા કોર્ટમાં રજૂ કરતા કોર્ટે આરોપીના ચાર દિવસના રિમાન્ડ મંજૂર કરતા પોલીસે રિમાન્ડ દરમિયાન આચાર્ય દ્વારા આચરવામાં આવેલા સમગ્ર ગુનાનું મોડી સાંજ સુધી રીકન્ટ્રક્શન કરવામાં આવ્યું હતું.

સિંગવડની તોયણી પ્રાથમિક શાળાના નરાધમ આચાર્ય ગોવિંદ નટે શાળાની જ 6 વર્ષિય વિદ્યાર્થીની સાથે ગત 19મી સપ્ટેમ્બર ના રોજ પોતાની કારમા જ દુષ્કર્મનો પ્રયાસ કરી હત્યા કરી દેતા પોલીસે હત્યારા આચાર્યની ધરપકડ કરી લેવામા આવી હતી, અને સમગ્ર ઘટનાની ઝીણવટ ભરી તપાસ શરુ કરવામા આવી હતી, પોલીસ આરોપી આચાર્યને 23મી સપ્ટેમ્બરના રોજ સાંજે લીમખેડાની એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટ મા રજુ કરવામા આવ્યો હતો, જેમા પોલીસે ગુનાના રીકન્ટ્રક્શન પંચનામું, મોબાઈલની ફોરેન્સિક લેબના માધ્યમથી ડીટેઈલ મેળવવા, ગુનામાં અન્ય આરોપીઓની સંડોવણી છે કે કેમ ? વિકૃત માનસિકતા ધરાવતા આચાર્ય દ્વારા અગાઉ પણ કોઈ કૃત્ય કરવામાં આવ્યું છે કે કેમ ? તેમજ ઘટનાની તપાસ દરમિયાન વારંવાર આચાર્ય ગોવિંદ નટ નિવેદન બદલતો હોવાથી સઘન પૂછપરછ કરવા સહિતના અનેક મુદ્દાઓની રિમાન્ડ યાદી સાથે આરોપી ગોવિંદ નટ ને લીમખેડા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. લીમખેડા કોર્ટે તેના 4 દિવસના રિમાન્ડ મંજૂર કરતા પોલીસે ઘનિષ્ઠ તપાસ હાથ ધરી છે. ત્યારે આજે સવારે આરોપી ગોવિંદ નટને લઈને ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે બનાવ સ્થળે પહોંચી હતી, અને 19મી સપ્ટેમ્બરના રોજ બાળકીને રસ્તા પરથી તેની માતા પાસેથી પોતાની કારમા બેસાડવાથી લઈને બાળકીને વર્ગખંડ અને કમ્પાઉન્ડની દિવાલ વચ્ચે મુકવા સુધીની સમગ્ર ઘટનાનુ રીકન્ટ્રક્શન કરવામા આવ્યુ હતુ. જેમા નરાધમ આચાર્યએ જે મોડલની કાર નો ઉપયોગ ગુનો આચરવામા ઉપયોગમા લીધી હતી તે મોડલની કાર પોલીસે મંગાવી હતી, અને પોલીસે આરોપી ગોવિંદ નટને સાથે રાખીને બાળકીને તેની માતા પાસેથી કેવી રીતે કારમા બેસાડી હતી, ત્યાર બાદ કાર કેટલી સ્પીડમા ચલાવીને લઈ જવામા આવી હતી, અને ક્યાં કારને ઉભી રાખીને બાળકી પર કારમા કેવી રીતે દુષ્કર્મનો પ્રયાસ અને ત્યાર બાદ હત્યાની સમગ્ર ઘટનાનુ રિકન્સ્ટ્રક્શન કરવામા આવ્યુ હતુ,

ત્યાર બાદ પોલીસ આરોપી ગોવિંદ નટને દુષ્કર્મના પ્રયાસના સ્થળ પરથી કારમા તેની શાળાએ લઈ જવામા આવ્યો હતો, અને શાળામા નરાધમ આચાર્યએ કારને શાળામા લઈ બાદ જે જગ્યાએ પાર્કિંગ કરવામા આવી હતી તે જગ્યાએ કારને પાર્કિંગ કરવામા આવી હતી, અને ત્યાર બાદ દિવસ દરમિયાન નરાધમ આચાર્યએ ઘટનાને છુપાવવા માટે જે કંઈ પ્રયાસો કર્યા તે તમામનુ પોલીસની ઉપસ્થિતિમા રીકન્ટ્રક્શન કરવામા આવ્યુ હતુ, અને શાળાનો સમય પૂર્ણ થયા બાદ નરાધમ આચાર્યએ કારમાંથી બાળકીનો મૃતદેહ સગેવગે કરવા માટે ઉચકીને વર્ગખંડ અને કંમ્પાઉન્ડ ની દિવાલ વચ્ચે કેવી રીતે મુક્યો હતો, અને બાળકીના ચપ્પલ અને દફતર વર્ગખંડ આગળ કેવી રીતે મુક્યા હતા અને ત્યાર બાદ ત્યાંથી કેવી રીતે ફરાર થઈ ગયો હતો તે સમગ્ર ઘટનાનુ રિકન્સ્ટ્રક્શન કરવામા આવ્યુ હતુ. પોલીસે આ સમગ્ર રીકન્ટ્રક્શનનુ ડ્રોન કેમેરા અને વિડીયો કેમેરા મારફતે રેકોર્ડિંગ કર્યુ હતુ. પોલીસે રીકન્ટ્રક્શન દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવ્યો હતો,

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments