દાહોદ જિલ્લામાં સુપોષિત દાહોદ કાર્યક્રમ ચાલી રહ્યો છે, જે અંતર્ગત બાળકોને સૂપોષિત કરવા કામગીરી કરવામાં આવે છે. આ અન્વયે સૂપોષિત દાહોદ હેઠળ આંગણવાડી કેન્દ્રો નિયમિત ખુલે, બાળકોને નિયમિત સવારનો ગરમ નાસ્તો, દૂધ સંજીવની અંતર્ગત ફ્લેવર્ડ મિલ્ક, બપોરનું ગરમ ભોજન મેનુ મુજબ મળે, ભોજનની ગુણવત્તા સારી રહે તે અંગે મોનીટરીંગ કરવામાં આવે છે. તેમજ કેન્દ્રમાં બાળકોને રોજની થીમ મુજબ પૂર્વ પ્રાથમિક શિક્ષણ અપાય અને પોષણ સુધાના લાભાર્થીને મેનુ મુજબ બપોરનું ભોજન મળે તે સુનિશ્ચિત કરવાનો છે.
આંગણવાડી તેડાગર દ્વારા કેન્દ્રોની સફાઈ રાખવામાં આવે, સમયસર કેન્દ્રો ખોલવામાં આવે અને બાળકોને બોલાવવામાં આવે તેમજ મેનુ મુજબ પૂરતો નાસ્તો આપવામાં આવે તે અંગે સૂચના આપવામાં આવી હતી. સાથે બેનોના પ્રશ્નો સાંભળી તેના સમાધાન માટે પ્રયાસો કરવામાં આવ્યા હતા. વધુમાં બહેનો માટે આવનાર સમયમાં રસોઈ તાલીમ યોજી તેઓની ક્ષમતા વધારવામાં માટે પણ કાર્યક્રમ કરવામાં આવશે.