Friday, November 22, 2024
Google search engine
HomeGujarat - ગુજરાતસ્થાનિક ચૂંટણીનું સટ્ટાબજાર - ભાજપનો 54 પૈસા ભાવ કોંગ્રેસ માટે દોઢ રૂપિયાનો...

સ્થાનિક ચૂંટણીનું સટ્ટાબજાર – ભાજપનો 54 પૈસા ભાવ કોંગ્રેસ માટે દોઢ રૂપિયાનો ભાવ જાહેર

NewsTok24 – Desk

મહાપાલિકા, પાલિકા અને પંચાયતોની સ્‍થાનિક કક્ષાની ચૂંટણીઓ દૂરોગામી રાજકીય અસરોના કારણે રસાકસીભરી બની રહી છે. મતદાન આડે ગણતરીના કલાકો બાકી છે. ખાસ કરીને પટેલ પાવરના કારણે આ ચૂંટણીઓ ચર્ચાનું કેન્‍દ્ર બની રહી છે. ગુજરાતના રાજકારણમાં કેટલા અંશે પાટીદાર ઈફેક્‍ટઅસર કરી જાય છે તેનો લિટમસ ટેસ્‍ટ ભાજપ અને કોંગ્રેસ આપી રહ્યાં છે. મતદારો મન કળાવા દેતાં નથી ત્‍યારે ચૂંટણીમાં બૂકીબજારની છેલ્લી ઘડી સુધીની નિષ્‍ક્રિયતા પણ ચર્ચાનું કેન્‍દ્ર બની હતી. ભાજપકોંગ્રેસને ફીફટીફીફટીનોચાન્‍સઆપતી અને ચૂંટણી સટ્ટામાં નિસ્‍તેજ જણાતી બૂકી બજારમાં ગણતરીના કલાકો પહેલાં ગરમાવો આવ્‍યો છે. હવે, જાગેલા બૂકીઓના મતે અમદાવાદ મ્‍યુનિ.માં પુનઃ ભાજપનું શાસન આવી શકે છે. મુખ્‍યમંત્રીના રોડશો પછી બજારમાં ભાજપનો ભાવ ઊંચકાયો છે. બૂકીઓના મતે ભાજપના પુનઃશાસન માટે ૫૪ પૈસા અને કોંગ્રેસ માટે દોઢ રૂપિયાનો ભાવ જાહેર કરાયો છે.

વર્ષ ૨૦૧૦માં અમદાવાદ મ્‍યુનિ.ની ૧૯૧માંથી ૧૫૧ બેઠકો જીતીને ધીંગી જીત મેળવનાર ભાજપ માટે આ વખતે કપરાં ચઢાણ હોવાનું ચિત્ર ઉપસી રહ્યું છે. એક વર્ગ એવો છે કે જે ભાજપનો સફાયો થશે તેમ માને છે. પરંતુ, બૂકી બજાર એવું તારણ વ્‍યક્‍ત કરતી આવી છે કે ગ્રામ્‍ય વિસ્‍તાર કરતાં શહેરી વિસ્‍તારમાં ભાજપને ઓછું નુકસાન પહોંચશે. બૂકીબજારના મતે શહેરોમાં ગ્‍થ્‍ભ્‍ને ૩૦થી ૩૫ ટકા નુકસાન પહોંચી શકે છે. અમદાવાદમાં પણ આ જ સ્‍થિતિ જળવાઈ રહે તો ભાજપ અમદાવાદ મ્‍યુનિ.માં ૧૧૦થી ૧૨૦ બેઠકો મેળવી શકે છે તેવી ધારણા બૂકીઓ મતદાનના થોડાં જ કલાકો પહેલાં શુક્રવારે વ્‍યક્‍ત કરી રહ્યાં છે.બૂકી બજારના સૂત્રો કહે છે કે,પાટીદાર ઈફેક્‍ટ દેખાય છે તેટલી અસર નહીં કરે. અનેક વોર્ડમાં પેનલ તૂટી શકે છે. તો, પૂર્વ અને પશ્ચિમના ૧૦૧૨ વોર્ડમાં કોંગ્રેસનો પંજો ફરી વળે તેવી શક્‍યતા વધુ છે. શહેરના પશ્ચિમ અને નવા પશ્ચિમ વિસ્‍તારના મોટા ભાગના વોર્ડમાં ભાજપનો દબદબો જળવાઈ રહે તેવી શક્‍યતા જોવાઈ રહી છે. હાલમાં ત્રણ ક્રિકેટ સિરીઝ વચ્‍ચે બૂકીઓ ચૂંટણી સટ્ટા બાબતે નીરસ હતાં. પરંતુ, મુખ્‍યમંત્રીના રોડશો પછી ભાજપનું ચિત્ર ઉજળું બનતાં ચૂંટણી સટ્ટામાં ગરમાવો આવતાં અનેક બૂકીઓ સક્રિય બન્‍યાં છે. હાલના તબક્કે અમદાવાદ મ્‍યુનિ.માં ભાજપ ફરી સત્તારૂઢ થશે તે માટે બૂકીઓએ ૫૪ પૈસાનો ભાવ જાહેર કર્યો છે

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments