દાહોદ સ્માર્ટ સિટીમાં આગેકૂચ કરી રહ્યું હોય ત્યારે દાહોદ સ્માર્ટ સિટી તથા નગરપાલિકા તેમજ હોલીજોલી ગૃપના સહયોગથી “વેસ્ટ ટુ આર્ટ” એટલે કે વેસ્ટમાંથી બેસ્ટ બનાવવાની પ્રતિયોગિતાનું આયોજન સિધ્ધરાજ જયસિંહ તળાવ ખાતે કરવામાં આવ્યું હતું. જેમાં 45 ઉપરાંત મહિલાઓ દ્વારા પ્રતિયોગિતામાં ભાગ લેવામાં આવ્યો હતો. આ પ્રતિયોગીતામાં વય જૂથના બે ગૃપ પાડવામાં આવ્યા હતા. જે 18 થી 35 તથા 35 થી ઉપરની વય જૂથ એમ બે ગૃપ પાડવામાં આવ્યા હતા. નિર્ણાયકો દ્વારા નિરીક્ષણ કરતા પ્રતિયોગીઓ પાસે જઈ જઈને તેઓ શું બનાવી રહ્યા છે એ નિરીક્ષણ બાદ તેઓ પણ અસમંજસમાં પડી ગયા હતા કે કોને નંબર આપવો ? અને કોને નહીં ? તેમ છતાં તેઓ દ્વારા પ્રમાણિકતાપૂર્વક એક થી ત્રણ બેસ્ટને પુરસ્કાર જિલ્લા કલેકટર યોગેશ નિર્ગુડે હસ્તે મેડલ તથા સર્ટિફિકેટ એનાયત કરવામાં આવ્યા હતા તથા દરેક પ્રતિયોગીને સર્ટિફિકેટ આપવામાં આવ્યું હતું
આ પ્રતિયોગિતામાં દાહોદ જિલ્લા કલેક્ટર યોગેશ નિરગુડે, નગરપાલિકા ઉપપ્રમુખ શ્રદ્ધાબેન ભડંગ તથા દાહોદ નગરપાલિકા મહિલા કાઉન્સિલરો તેમજ હોલીજોલી ગૃપની મહિલાઓ તેમજ જનતા ઉપસ્થિત રહી આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.