“સ્વચ્છતા હી સેવા” પખવાડિયા અંતર્ગત તા.૧૭/૦૯/૨૦૨૪ અને ૧૮/૦૯/૨૦૨૪ બે દિવસના સ્વચ્છતા હી સેવા ૨૦૨૪ નો કાર્યક્રમ અંતર્ગત ૧૭/૦૯/૨૦૨૪ ના રોજ દાહોદ તાલુકા ધારાસભ્ય કનૈયાલાલ કિશોરી, નગરપાલિકા પ્રમુખ નીરજભાઈ દેસાઈ તથા ઉપપ્રમુખ શ્રધ્ધાબેન ભડંગ અને સદસ્યો તથા ચીફ ઓફીસર યશપાલસિંહ વાઘેલા દ્વારા સ્વચ્છતા હી સેવા કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવ્યો અને કાર્યક્રમની શરૂઆત કર્યાની સાથે જ શેરી નાટક અને નૃત્ય સાથે કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી. અને ત્યારબાદ કાર્યક્રમના અંતે નગરપાલિકાના પ્રમુખે સ્વચ્છતા માટેના શપથ લેવડાવ્યા.
તા.૧૮/૦૯/૨૦૨૪ ના રોજ “સ્વચ્છતા હી સેવા” ના કાર્યક્રમમાં સવારે ૦૯:૦૦ વાગ્યે સિધ્ધરાજ જયસિંહ છાબ તળાવ થી સીટી ગ્રાઉન્ડ સુધી “સ્વચ્છતા રેલી” નું આયોજન કરવામાં આવ્યું. સ્વચ્છતા રેલીમાં કન્યા શાળાની વિદ્યાર્થીનીઓ, શિક્ષકો તેમજ નગરપાલિકાના પ્રમુખ, ઉપપ્રમુખ, ચીફ ઓફિસર તથા માજી જિલ્લા પંચાયત પ્રમુખ શીતલબેન વાઘેલાની પ્રેરક ઉપસ્થિતિમાં ધારાસભ્ય કનૈયાલાલ કિશોરીએ લીલી ઝંડી આપી રેલીને પ્રસ્થાન કરાવી. ત્યાર બાદ રેલીના અંતે સ્વચ્છતાના શપથ બ્રાન્ડ એમ્બેસેડર શ્રધ્ધાબેન ભડંગએ અપાવ્યા.