PRAVIN PARMAR – DAHOD
દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાનાં લીમડી નગરમાં આજ રોજ તા.૧૨/૦૧/૨૦૧૮ શુક્રવારના રોજ સ્વામી વિવેકાનંદ વિદ્યાલય અને ઉચ્ચત્તર માધ્યમિક શાળા લીમડી દ્વારા સ્વામી વિવેકાનંદની ૧૫૫મી જન્મજયંતિ નિમિત્તે એક ભવ્ય ત્રિરંગા યાત્રા નિકાળવામાં આવી. આ ત્રિરંગા યાત્રા સદર શાળાએ થી લઈ સમગ્ર લીમડી નગરમાં સ્વામી વિવેકનંદના જય જયકાર સાથે તેમજ “વીજળી બચાઓ, દેશ બચાઓ”, સ્વચ્છતા ત્યાં પ્રભુતા”, “વૃક્ષો વાવો, પર્યાવરણ બચાઓ” અને “ભારત માતા કી જય” ના નારા સાથે ભવ્ય યાત્રા નિકલવામાં આવી હતી.
આ યાત્રામાં સ્વામી વિવેકનંદના વિશાળ ચિત્રનો રથ તેમજ સ્વામી વિવેકાનંદની વેશભૂષામાં યુવાનોને તૈયાર કરવામાં આવેલ હતા, સ્વામી વિવેકાનંદ યાત્રામાં આદિવાસી નૃત્ય કરતાં યુવાનોનું ગૃપ, ડી.જે. સાથે જોડાયેલ તેમજ શ્રીમતી સી.બી.શાહ મિડલ સ્કૂલ લીમડીના એસ.પી.સી. (S.P.C.) ના વિદ્યાર્થીઓએ યુનિફોર્મમાં આ યાત્રામાં જોડાયેલ, શાળાની બહેનોનું એક જુથ ગરબા ગાતા લીમડી નગરમાં યાત્રામાં જોડાયેલ, આ યાત્રામાં સમગ્ર લીમડી નગરના લોકોએ પણ ભાગ લઈ યાત્રાના રંગે રંગાયા હતા. આ ત્રિરંગા યાત્રાની શરૂઆત લીમડી ગામના પ્રથમ નાગરિક એવા સરપંચ દ્વારા થતાં લીમડી પોલીસ સ્ટેશનના PSI યાદવ સાહેબ તથા શ્રી વિવેકાનંદ ચેરીટેબલ ટ્રસ્ટનાં ટ્રસ્ટી સ્વામી વિવેકનંદના ફોટા પર પુષ્પમાળા ચઢાવી યાત્રાનું પ્રસ્થાન કરાવ્યુ હતું. આ યાત્રામાં શાળાના વિદ્યાર્થીઓ શિવ પરિવાર ના વેશમાં, તથા અન્ય એક વિદ્યાર્થી પોતે સ્વામી વિવેકનડના વેશમાં જોડાયા હતા.
આ યાત્રા પૂર્ણ થયા બાદ શાળાના મેદાનમાં શાળાના વિદ્યાર્થીઓ દ્વારા સ્વામી વિવેકાનંદના જીવનચરિત્ર પર નિબંધ સ્પર્ધા, ચિત્ર હરીફાઈમાં ભાગ લેવામાં આવ્યો હતો. આમ સમગ્ર લીમડી નગર સ્વામી વિવેકાનંદમય બની ગયું હતું.