EDITORIAL DESK – DAHOD
વડોદરા વિશ્વ હિંદુ પરિષદની દક્ષિણ ગુજરાત પ્રાંતની બેઠક યોજાઇ. આ બેઠકમાં VHP ના ફાયર બ્રાન્ડ નેતા ડૉ. પ્રવીણ તોગડીયા ઉપસ્થિત રહ્યા હતા.
વધુમાં વિહિપ ના નેતા ડો. પ્રવીણભાઈ તોગડીયાએ પત્રકારો સાથે વાતચીતમાં જણાવ્યું હતું કે હું ભારત દેશનું વડાપ્રધાન પદ નથી માંગી રહ્યો, હું નથી ગુજરાતના MLA પદ માંગી રહ્યો. હું તો ફક્ત હિન્દુઓની અનેક સતાબ્દીઓની જે ઈચ્છા છે કે જે પૂર્ણ બહુમતીની સરકાર આવવાથી ક્યારની પૂર્ણ થઈ જવી જોઈતી હતી. એ જ માંગ ડો.પ્રવીણ તોગડીયા કરી રહ્યા છે. અને હિન્દુઓની આસ્થાનું પ્રતીક એવું રામ મંદિર બને તેવું માંગુ છું. જો આ માંગ હું મારા મોટાભાઈ નરેન્દ્ર મોદી ના માંગુ તો શું નવાઝ શરીફ પાસે માંગીશ.
વધુમાં ડો.તોગડીયાજીએ ઉમેર્યું હતું કે ગુજરાતના નેતા શક્તિસિંહ ગોહિલના પરદાદા હનુભાઈને યાદ કરીને તેમના ભરપૂર વખાણ કરતા કહ્યું કે શક્તિસિંહના પૂર્વજ ગાય માતાની રક્ષા કરતા કરતા શહિદ થયા. માટે શક્તિસિંહના પર્વજોને ગાય ને માટે યાદ કર્યા હતા ના કે કોંગ્રેસ માટે.