NewsTok24 – Digvijaysinh – Jhalod
અમારા NewsTok24 ના રિપોર્ટરને પીડિતાએ જણાવ્યું હતું કે શાળાના આચાર્ય દિનેશ પલાસ તેઓને છેલ્લા 6 માસ થી છેડતી કરી હેરાન કરતા હતા અને માનસિક ત્રાસ પણ આપતા હતા અગાઉ ભૂતકાળમાં પણ આ આચાર્યએ બે શિક્ષિકા સાથે પણ છેડતી કરી હતી. ત્યાર તેઓએ પણ આ બાબતે ડી.પી.ઈ.ઓ. ને ફરિયાદ કરી હતી ત્યારે તેઓ પણ કોઈ કાર્યવાહી કરી ન હતી પરંતુ આજે જયારે આચાર્યની પત્ની આચાર્ય સાથે શાળામાં આવ્યા ત્યારે હું મારી છેડતીની બાબતે તેમની પત્નીને રજૂઆત કરવા ગઈ ત્યારે બંને જણે જેમ તેમ બોલી અને મને ધોક્કો મારતા હું પડી ગઈ હતી અને મને ઈજાઓ થતા ઝાલોદ હોસ્પિટલ માં લાવ્યા હતા.
મારી સરકાર અને શિક્ષણ અધિકારીને વિનંતી છે કે શાળા ના મુખ્ય શિક્ષક (આચાર્ય) જેના માથે આખી શાળાની જવાબદારી હોય છે તે જ આવું વર્તન કરે તો બીજાને શું કેહવું રહ્યું એટલે આવા વ્યક્તિ સામે કડકમાં કડક પગલા ભરાય અને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવે તેવી મારી માંગણી છે.
Version – R. D. Vankar – Jilla Prathmik Shikshan Adhikari – જીલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીએ NewsTok24 સાથે ટેલીફોનીક વાતચીતમાં જણાવ્યું હતું કે આગાઉ આ મામલે અમારી પાસે રજૂઆત આવી હતી અને આ બાબત છેક શિક્ષણ મંત્રી સુધી પહોચી હતી. અને અમે અગાઉ પણ તાત્કાલિક પગલા ના ભાગ રૂપે આ આચાર્યની બદલી કરી હતી પરંતુ નિયામક દ્વારા આવી તમામ ભારતીઓ રદ થતા તેમનો પરત આ શાળામાં હાજર થવાનો ઓડર થયો હતો. અને તેના કારણે ફરી એકજ સ્કૂલમાં ભેગા થતા આજની આ ઘટના થવા પામી હતી. અને આ ઘટનાની દરેક બાબતો આચાર્યના વિરુદ્ધમાં હોઈ જેના તાત્કાલિક પગલાના ભાગરૂપે તેમની ઉપર કાયદેસરની કાર્યવાહી કરી સખત પગલા ભરવામાં આવશે.અને જો 354 ના ગુનામાં તેઓ જો દોષિત ઠરશે તો તેમની સામે શિક્ષાત્મક પગલા પણ ભરવામાં આવશે.