દાહોદ જિલ્લામાં મતદારોમાં મતદાન જાગૃત્તિ આવે તે માટે સિસ્ટેમેટીક વોટર્સ એજ્યુકેશન એન્ડ ઈલેક્ટોરલ પાર્ટીસીપેશન (SVEEP) અને ટર્ન આઉટ ઈમ્પલિમેન્ટેશન પ્લાન (TIP) અંતર્ગત ચુંટણી અધિકારી યોગેશ નિરગુડેના માર્ગદર્શન હેઠળ મતદાન અંગે જાગૃતિ લાવવા તથા પ્રથમ વાર મતદાન કરનાર યુવા મતદારો અચૂક મતદાન કરે તેવા હેતુથી દાહોદ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા સ્વીપ એક્ટિવિટી અંતર્ગત અનેક શૈક્ષણિક સંસ્થાઓમાં ‘મતદાન જાગૃતિ’ અંગેના વિવિધ કાર્યક્રમો યોજવામા આવી રહ્યા છે.
આ અભિયાન અંતર્ગત દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાની આર્ટસ કોલેજ તેમજ આઈ.ટી.આઈ ખાતે “હું મતદાન અચૂક કરીશ” તે સુત્ર હેઠળ મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજવામા આવ્યો હતો. જેમાં મતદાન વય જૂથના વિદ્યાર્થીઓ દ્વારા બિનચૂક મતદાન કરવા માટેના શપથ ગ્રહણ કરવામાં આવ્યા હતા. મતદાનનું મહત્વ, એક એક મતની તાકાત અને મતદાન શા માટે કરવું જોઈએ તે માટેની વિસ્તારપુર્વક જાણકારી આપવામા આવી હતી. વધુમાં યુવાનોને ચૂંટણી તંત્ર દ્વારા કરવામાં આવેલ તમામ વ્યવસ્થાઓ, હેલ્પલાઇન નંબર, એપ્લિકેશન વિશે પણ માહિતી પૂરી પાડવામાં આવી હતી.