HIMANSHU PARMAR – DAHOD
દાહોદ જિલ્લાના દાહોદ તાલુકાના મુખ્ય મથક દાહોદ શહેરમાં શાળાની પરીક્ષાઓ પુરી થતા હોલીજોલી ગૃપ અને નગર પાલિકાના સહયોગ દ્વારા ગત વર્ષની માફક આ વર્ષે પણ દાહોદ શહેરના ગલી રોડ વિસ્તારમાં પાણીની ટાંકી પાસે હેપ્પી સ્ટ્રીટનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં નાના ભૂલકાઓ થી લઈને આધેડ ઉમરના લોકો વહેલી સવારમાં એટલે કે સવારમાં ૦૬:૦૦ કલાક થી ૦૮:૦૦ કલાક દરમિયાન પોતાની મનપસંદ ગેમ રમી આનંદનો લ્હાવો લીધો હતો. આ હેપ્પી સ્ટ્રીટમાં ઝૂમ્બા ડાન્સ, એરોબિક્સ, યોગા, સાંપસીડી, રેલી (Marbles), સ્કેટિંગ, સાત સતોડીયુ, રોડ પેંટિંગ, સાયકલિંગ જેવી ઘણી બધી જુના જમાનાની રમતો રમી શહેરના નાના બાળકો થી લઈ અબાલ વૃદ્ધ જેવા લોકોએ પણ આ દરેક રમત નો લ્હાવો લીધો હતો.