
દાહોદ જિલ્લાના દાહોદ તાલુકાના મુખ્ય મથક દાહોદ ખાતે તા.૧૫/૦૨૨/૨૦૧૯ શનિવારના રોજ પુલવામામાં આંતકવાદી હુમલામાં માર્યા ગયેલા 42 જવાનોને હોલી જોલી ગૃપ, દાહોદ દ્વારા શ્રદ્ધાંજલિ આપવામાં આવી. આ શ્રદ્ધાંજલિ કાર્યક્રમ નગર પાલિકા ચોકમાં રાખવામાં આવ્યો હતો.
આ શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં દાહોદ શહેરના શ્વેતાંબર જૈન સમાજ દ્વારા તેઓના દેરાસર થી દૌલત ગંજ બજાર થઈ નગર પાલિકા ચોક સુધી કેન્ડલ માર્ચ કરી અને “ભારત માતા કી જય”, “શહીદો અમર રહો”, જેવા સૂત્રોચ્ચાર કરી શ્રદ્ધાંજલિ આપી હતી. હોલી જોલી ગૃપ, દાહોદ દ્વારા નગર પાલિકા ચોકમાં શહીદો માટે જે શ્રદ્ધાંજલિ કાર્યક્રમ રાખ્યો હતો તેમાં દરેક સમાજના અગ્રણીઓએ આવી શ્રદ્ધાંજલિ અર્પી હતી. અને 2 મિનિટનું મૌન પાળ્યું હતું. અને દરેક સમાજના અગ્રણીઓએ પોતાના સમાજમાંથી ભંડોળ એકત્રિત કરી શહીદો માટે વેલ્ફેર ફંડ ભેગું કરવામાં આવ્યું હતું. હોલી જોલી ગૃપ દાહોદે અંદાજે ₹. ૧૪,૦૦૦/- જેટલું ભંડોળ એકત્રિત કર્યું હતું તથા શ્વેતાંબર જૈન સમાજ દ્વારા ₹.૬૦,૦૦૦/- ભંડોળ એકત્રિત કરવામાં આવ્યું હતું. આ ભંડોળ જૈન સમાજના અગ્રણીએ શહીદો માટે ત્યાં મુકેલ ભંડોળ બોક્ષમાં મુક્યાં હતા. નગર પાલિકા ચોકમાં આ શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં “ભારત માતા કી જય”, “શહીદો અમર રહો… અમર રહો…”, “વંદે માતરમ” તથા “પાકિસ્તાન મુરદાબાદ” ના સૂત્રોચ્ચાર થી સમગ્ર વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું.