Friday, November 22, 2024
Google search engine
HomeGujarat - ગુજરાત૧૬મી સપ્ટેમ્બરથી ગુજરાતમાં અમલવારી શરૂ, ચોકે ચોકે પોલીસ દ્વારા ચેકિંગ હાથ ધરાશે...

૧૬મી સપ્ટેમ્બરથી ગુજરાતમાં અમલવારી શરૂ, ચોકે ચોકે પોલીસ દ્વારા ચેકિંગ હાથ ધરાશે : મુખ્યમંત્રી વિજય રૂપાણી

 THIS NEWS IS SPONSORED BY –– RAHUL HONDA 

ગુજરાત રાજ્યમાં ટ્રાફિક નિયમન મુદ્દે મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા જણાવવામાં આવ્યું કે તા.૧૬/૦૯/૨૦૧૯ ને સોમવારના રોજથી ટ્રાફિકના નિયમોનો ચુસ્ત અને કડક રીતે અમલ કરવામાં આવશે અને જો તેનું ઉલ્લંઘન કરવામાં આવશે તો દંડની જોગવાઈ પણ બહુ ભારી રાખવામાં આવી છે. આ દંડથી બચવા માટે લોકોએ ધ્યાનમાં રાખવાની બાબત એ છે કે

  • લોકો પોતાના લાયસન્સ, આર.સી.બુક, આધારકાર્ડ જેવા વગેરે અગત્યના દસ્તાવેજો ડીજીટલ ફોર્મેટમાં પણ રાખી શકશે.
  • હેલ્મેટ ન પહેરનારને ₹.૫૦૦/- નો દંડ ભરવો પડશે.
  • ચાલુ વાહને મોબાઈલ થી કોઈ જોડે વાત કરતા પકડાશે તો પહેલા ₹.૫૦૦/- અને ત્યાર પછી જો પકડાશે તો ₹.૧૦૦૦/- સુધીના દંડની જોગવાઈ છે.
  • એવી જ રીતે જો PUC કઢાવેલ નહીં હોય તો પ્રથમ વખતમાં ₹.૫૦૦/- અને જો બીજી વાર કે ત્યાર પછી કોઈ વાર પકડાશે તો ₹.૧૦૦૦/- દંડ થશે.
  • તેમજ ચતુર્થ ચક્રીય વાહન (4 Wheeler) ગાડીના દરવાજાના કાચ પર અને પાછળના કાચ ઉપર ડાર્ક ફિલ્મ લગાવેલ હશે તો તેના માટે પહેલા ₹.૫૦૦/- અને ત્યારબાદ ₹.૧૦૦૦/- દંડ થશે.
  • વધુમાં પાર્કિંગ કરેલ વાહન જો અડચણ રૂપ કે ખોટી જગ્યાએ પાર્ક કરેલું હશે તો પણ ₹.૫૦૦ પ્રથમ વખત માટે અને બીજી વાર પકડાશે તો ₹.૧૦૦૦/- નો દંડ થઈ શકે છે.
  • વધુમાં જો કોઈ બાઇક ચાલક બાઇક પર જોખમી સ્ટંટ કરશે તો તેને ₹.૫૦૦૦/- સુધીનો દંડ થશે.
  • ઘ્વની પ્રદુષણ ફેલાવનારને ₹.૧૦૦૦/- નો દંડ થશે.
  • જો આપ ટ્રિપલ સવારી દ્વિ-ચક્રીય વાહન પર જતા હશો તો જેટલી વાર પકડાશો તેટલી વાર ₹.૧૦૦/- નો દંડ થશે.
  • બીજું એમ કે જો તમારી પાસે સ્કૂટર, બાઇક, રીક્ષા, કે કાર, જીપ હોય અને જો તેના દસ્તાવેજ સાથે રાખેલા નહીં હોય તો દિન – ૧૫ માં તે જમા કરાવવાના રહેશે.

તેવું ગુજરાત રાજ્યની તમામ જનતાને ટ્રાફિક નિયમોનું પાલન કરવાનું રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સુચવ્યું હતું.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments