NILKANTH VASUKIYA – VIRAMGAM
૫૭માં ગુજરાત સ્થાપના દિન (ગૈારવ દિન)ની ઉજવણી નિમિત્તે દરેક અમદાવાદ જિલ્લાના તમામ તાલુકા મથકે સર્વ રોગ નિદાન-સારવાર કેમ્પ તાલુકાના સામુહિક આરોગ્ય કેન્દ્રો ખાતે યોજાનાર છે. જે અંતર્ગત વિરમગામ તાલુકામાં ૧૭ એપ્રીલ ૨૦૧૭ના રોજ સવારે ૯.૦૦ થી ૨.૦૦ કલાક સુધી સામુહિક આરોગ્ય કેન્દ્ર (ગાંધી હોસ્પીટલ) વિરમગામ ખાતે સર્વરોગ નિદાન કેમ્પ તથા મહા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવેલ છે.
વિરમગામ તાલુકા હેલ્થ ઓફિસર ડો.વિરલ વાઘેલાએ જણાવ્યુ હતુ કે ૧૭ એપ્રીલ ૨૦૧૭ને સોમવારના રોજ ગુજરાત સરકારશ્રીના આરોગ્ય વિભાગ દ્વારા નિ:શુલ્ક સર્વરોગ નિદાન કેમ્પ અને સારવાર કેમ્પનું આયોજન સામુહિક આરોગ્ય કેન્દ્ર વિરમગામ ખાતે કરવામાં આવેલ છે. જેમાં હદય, કિડની, દાંત, આંખ, બાળરોગ, સ્ત્રીરોગ નિષ્ણાત ડોકટરો દ્વારા તપાસ અને સારવાર આપવામાં આવશે. તેમજ ડાયાબિટીસ અને હિમોગ્લોબીનની તપાસ અને સારવાર આપવામાં આવશે.
જેનો બહોળી સંખ્યામાં જન સમુદાયને લાભ લેવા ખાસ અનુરોધ છે. આ સાથે મહા રક્તદાન શિબીરનું આયોજન સવારે ૯.૦૦ કલાકથી કરવામાં આવેલ છે. તો આ ઉમદાકાર્યમાં સહભાગી થશો.