STORY COVERAGE : KEYUR PARMAR
PHOTO BY : PRAVIN PARMAR
THIS NEWS SPONSORED BY : RAHUL HONDA
દાહોદ ઇજનેરી કોલેજ ખાતે પૂર્ણ થઈ મત ગણતરી. આજ વહેલી સવારે તા.૨૩/૦૫ ૨૦૧૯ ગુરુવારના રોજ ૧૯-દાહોદ લોકસભાની ચૂંટણી – ૨૦૧૯ ની મત ગણતરી ની શરૂઆત દાહોદ ની ઇંજિનિયરિંગ કોલેજમાં થઈ હતી . મતગણત્રીની શરૂઆતનિર્ધારિત સમય કરતાં મોડી થઈ બીજે બધે આંઠ વાગ્યાથી ગણતરી ચાલુ થઈ ગઈ હતી પરંતુ ૧૯-દાહોદ લોકસભાની ગણતરી મોડી ચાલુ થઈ હતી. જેના કારણે ટ્રેન્ડ ૦૯:૦૦ વાગ્યાથી શરૂ થયા હતા.
૧૯-દાહોદ લોકસભાની સૌ પ્રથમ બેલેટ પેપરની ગણતરી શરૂ કરવામાં આવી હતી. BJP ના જશવંતસિંહ ભાભોર પોતાના પ્રતિસ્પર્ધી કોંગ્રેસના બાબુભાઈ કટારાથી એક લાખ છબ્બીસ હજાર કરતાં વધુ મતોથી વિજેતા જાહેર થયા છે. જ્યારે EVM માં પ્રથમ રાઉન્ડ ના અંતે ભાજપ ને ૨૦૨૦૭ મત મળેલ હતા અને કોંગ્રેસને ૨૨૯૬૦ મત મળેલ આમ ભાજપ ૩૨૪૭ મતોથી શરૂઆત થી જ આગળ ચાલી રહ્યા હતા, એવી જ રીતે છેલ્લા બાવીસમાં રાઉન્ડમાં ભાજપને ૫૪૪૪૧૩ મતો મળેલ છે જ્યારે કોંગ્રેસને ૪૧૭૫૮૧ મત મળેલ છે. આમ BJP તેના પ્રતિસ્પર્ધી કોંગ્રેસથી ૧૨૬૮૩૨ મતોથી આગળ ચાલી રહ્યા હતા. આમ BJP પોતાના પ્રતિસ્પર્ધી કોંગ્રેસના બાબુભાઈ કટારા થી દરેક રાઉન્ડ માં આગળ જ ચાલી રહ્યા હતા. ૧૯-દાહોદ લોકસભામાં કુલ મતદારોની સંખ્યા ૧૦૫૭૪૫૩ હતા જેમાંથી ભાજપને જસવંતસિંહ ભાભોરને ૫૪૪૪૧૩ મતો મળ્યા હતા જ્યારે કોંગ્રેસનાં ઉમેદવાર બાબુભાઈ કટારાને ૪૧૭૫૮૧ મતો મળ્યા હતા. અને મતદારોએ આ ચુંટણીમાં પણ NOTA માં ૩૦૭૮૭ મતો પડ્યા હતા. જે દાહોદ જિલ્લા માટે સૂચક છે. આ સરખામણી કરતાં બીજેપીએ ૧૨૬૮૩૨ મતો થી ભવ્ય જીત મેળવી છે. ૨૦૧૪ માં BJP ના જસવંતસિંહ ભાભોરે ૨૩૦૩૫૪ મતો થી જીત મેળવી હતી જે 2019 માં ઘટીને ૧૨૬૮૩૨ મતો થી જીત મેળવી હતી. તે જોતાં 2014 કરતાં 2019 ની સરખામણી કરતાં જીત ની લીડ ઘટી છે.
આમ ભારતીય જનતા પાર્ટીનો ભવ્ય વિજય થતાં BJP ના ઉમેદવાર જસવંતસિંહ ભાભોરને કાર્યકર્તાઓ DJ ઢોલ નગારા સાથે વાજતે ગાજતે ખુલ્લી જીપ માં બેસાડી અને વિજય સરઘસ દાહોદમાં રાજમાર્ગો પર ફેરવ્યું હતું. અને સમગ્ર દાહોદમાં ભગવો લહેરાઈ ગયો હતો.
લોકસભા – ૨૦૧૯ ની ચુંટણીની મત ગણતરી પૂર્ણતાને આરે છે અને તેમાં ભારતીય જનતા પાર્ટી શાનદાર જીત તરફ આગળ વધી રહી છે અને ભારતીય જનતા પાર્ટી પૂર્ણ બહુમતી સાથે ફરી સરકાર બનાવશે તેવું સ્પષ્ટ થઈ જતાં ગરબાડા નગરમાં ખુશીનો માહોલ છવાઈ ગયો છે અને ગરબાડા નગરની જનતાએ ભારતીય જનતા પાર્ટીની જીતને વધાવી લઈ ફટાકડા ફોડી આતશબાજી કરી વિજયોત્સવ મનાવ્યો હતો અને ગરબાડા નગરના યુવકોએ ગરબાડા નગરમાં રેલી કાઢી ભારતીય જનતા પાર્ટીની જીતની ખુશીમાં નગરના યુવકો ડીજેના તાલે ઝૂમ્યા હતા.