Friday, December 27, 2024
Google search engine
HomeDahod - દાહોદ૨ ગાયો થકી સરળતાથી પ્રાકૃતિક ખેતી કરીને શુદ્ધ શાકભાજી સહિત અનાજ પકવતા...

૨ ગાયો થકી સરળતાથી પ્રાકૃતિક ખેતી કરીને શુદ્ધ શાકભાજી સહિત અનાજ પકવતા પ્રગતિશીલ ખેડૂત રમેશભાઈ બામણ્યા

  • ૨ ગાયો થકી સરળતાથી પ્રાકૃતિક ખેતી કરીને શુ
    રાસાયણિક બિયારણ, રાસાયણિક ખાતર તેમજ રાસાયણિક દવાઓ થકી થતા નુકસાન અને ભાવના કારણે આર્થિક જાવક વધુને આવક ઘટતી ગઈ
  • પ્રાકૃતિક ખેતી થકી મનુષ્યની સાથોસાથ પશુઓને પણ શુદ્ધ અને સાત્વિક ઘાસચારો મળે છે. ગાય – ભેંસના દૂધનો મૂળ સ્વાદ પણ જળવાઈ રહે છે.-રમેશભાઈ બામણ્યા

દાહોદ જિલ્લામાં મોટાભાગના લોકો ખેતી પર નિર્ભર છે. ખેતીના કારણે મબલખ અનાજ ઉત્પાદન થતા ખેતીની બાબતમાં ખેડૂતો આત્મનિર્ભર તો બનતા ગયા પરંતુ પાકનું વાવેતર વધારે થાય એ માટે રાસાયણિક ખાતર અને રાસાયણિક બિયારણનો ઉપયોગ કરવાનું શરૂ કર્યું. રસાયણના વધુ પડતા અને સતત ઉપયોગ થકી જમીનની ફળદ્રુપતા ધીમે ધીમે ઘટતી ગઈ, જે કંઈપણ પાક હોય એની ગુણવતા પણ ઘટતી ગઈ, પાકમાં વિવિધ પ્રકારના રોગોએ દેખા દીધી, જેને નિવારવા માટે ફરીથી રાસાયણિક વિવિધ પ્રકારની દવાઓના ઉપયોગ કરવાનું શરૂ કર્યું. જેથી કરીને પાકમાં પણ રસાયણનું પ્રમાણ વધતું ગયું.

દાહોદ જિલ્લામાં ગરબાડા તાલુકાના પાંદડી ગામના વતની એવા ખેડૂત રમેશભાઈ બામણ્યા પોતે છેલ્લાં ૩ વર્ષથી પ્રાકૃતિક ખેતી અપનાવી રસાયણ મુક્ત અનાજ અને શાકભાજી કરી રહ્યા છે. રીંગણ, મરચા, લસણ, ટામેટા અને ફણસી જેવા સીઝનલ પાકો લઇને રમેશભાઈ બામણ્યા શુદ્ધ અને સાત્વિક કહી શકાય એવુ અનાજ પકવીને પરિવારનું ભરણ પોષણ કરી રહ્યા છે. રમેશભાઈ પાસે ૨ ગાયો અને ૧ વાછરડું છે. જેમાંથી તેઓ આરામથી ખાતર અને દવા બનાવીને પાકને આપી શકે છે. જેના કારણે ખેતરમાં કોઈપણ પાક સરળતાથી કરી શકાય છે.

પ્રગતિશીલ ખેડૂત રમેશભાઈ બામણ્યા જણાવે છે કે, રાસાયણિક બિયારણ, રાસાયણિક ખાતર તેમજ રાસાયણિક દવાઓ થકી થતા નુકસાન અને ભાવના કારણે આર્થિક જાવક વધુને આવક ઘટતી ગઈ. જમીનમાં રહેલાં ખેડૂતમિત્ર એવાં અળસીયાનો નાશ થયો. પાક બેસ્વાદ થઇ ગયો. આ બાબત વાતાવરણ અને સમગ્ર જીવ સૃષ્ટિ માટે ગંભીર હોવાથી કુદરતી ખેતી તરફ પાછા વળવું જરૂરી બની ગયું છે.

વધુમાં તેઓ જણાવે છે કે, ભૂમિ પ્રદૂષણ અને હવા પ્રદૂષણ વધતાં પશુ – પક્ષીઓ સહિત મનુષ્યના સ્વાસ્થ્યને પણ ભારે નુકશાન થઈ રહ્યું છે. અનેક જીવલેણ રોગો અકાળે થઇ રહ્યા છે. જયારે પ્રાકૃતિક ખેતી પદ્ધતિમાં કુદરતી ખાતરનો ઉપયોગ કરી ખેતી કરવામાં આવે છે, જે પર્યાવરણ, જમીન, પાણી, પાક તેમજ લોકોના સ્વાસ્થ્ય માટે પણ લાભદાયી નીવડે છે. પ્રાકૃતિક ખેતી થકી મનુષ્યની સાથોસાથ પશુઓને પણ શુદ્ધ અને સાત્વિક ઘાસચારો મળે છે. ગાય – ભેંસના દૂધનો મૂળ સ્વાદ પણ જળવાઈ રહે છે.

રમેશભાઈ બામણ્યા અન્ય ખેડૂતો માટે પોતાના તરફથી સંદેશ આપતાં કહે છે કે, સરકાર પણ પ્રાકૃતિક ખેતી કરવામાં મદદ કરી રહી છે તો તમામ ખેડૂતોએ એનો લાભ લઇને પોતાના માટે નહી તો પોતાના પરિવાર અને બાળકોના સારા ભવિષ્ય માટે પ્રાકૃતિક ખેતી અપનાવવી જોઈએ. જે આવનાર સમયને એમને લાબું અને સ્વસ્થ આયુષ્ય આપી શકે છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments