- જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક પર્વે સંજેલી તાલુકાના વિકાસ માટે રૂા.૨૫ લાખનો ચેક મંત્રી ડો.કુબેરભાઈ ડિંડોરના હસ્તે કલેક્ટર ડો હર્ષિત ગોસાવીને એનાયત કરાયો
- સરકાર આજે લોકોની અપેક્ષાઓને ફળીભૂત કરવામાં સદાય પ્રતિબધ્ધ રહી છે મંત્રી ડો કુબેરભાઈ ડીંડોર
- દાહોદ જિલ્લામાં વર્ષ દરમિયાન વિવિધ ક્ષેત્રે શ્રેષ્ઠ કામગીરી કરનારા કર્મયોગીઓનું મંત્રી ડો કુબેરભાઈ ડીંડોરે પ્રશસ્તિપત્રો એનાયત કરી વિદ્યાર્થીઓને પણ પુરસ્કાર અને પ્રમાણપત્રો આપી સન્માનિત કરાયા.
- માર્ચ પાસ્ટ, સાંસ્કૃતિક કાર્યક્રમોની રમઝટ, ટેબ્લો અને સન્માન સમારોહ સહિતના કાર્યક્રમોએ લોકોમાં આકર્ષણ જમાવ્યું.
દેશના ૭૫ મા પ્રજાસત્તાક પર્વની દબદબાભેર હર્ષ ઉલ્લાસ સાથે આજે સંજેલી તાલુકાની ડો.શિલ્પન આર. દેસાઈ હાઇસ્કૂલ ખાતે ઉજવણી કરવામાં આવી હતી. જિલ્લા કક્ષાના ધ્વજવંદન સમારોહમાં રાષ્ટ્રભક્તિના અનોખા માહોલ વચ્ચે ગુજરાત સરકારના આદિજાતિ વિકાસ પ્રાથમિક માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ વિભાગના કેબિનેટ મંત્રી ડો કુબેરભાઈ ડીંડોરના હસ્તે રાષ્ટ્રધ્વજ ફરકાવીને ત્રિરંગાને સલામી અર્પી હતી. આ વેળાએ આમંત્રિત મહાનુભાવો, પદાધિકારીઓ, સામાજિક-સ્વૈચ્છિક સંસ્થાના આગેવાનો, નગરજનોની ઉપસ્થિતિમાં જિલ્લા પ્રભારી મંત્રી ડો કુબેરભાઈ ડીંડોર આજના પ્રજાસત્તાક પર્વની શુભેચ્છા સાથે ગુજરાતની ગૌરવવંતી પ્રજાને ગણતંત્ર દિવસની હાર્દિક શુભકામનાઓ પાઠવી હતી. ધ્વજવંદન બાદ સુરક્ષા જવાનોની વિવિધ પાંખ દ્વારા યોજાયેલી પરેડનું નિરીક્ષણ કર્યું હતું.
પ્રભારી મંત્રી ડો કુબેરભાઈ ડીંડોરે એ રાષ્ટ્રીય દિવસની ઉજવણી પ્રસંગે સંબોધન કરતા જણાવ્યું હતું કે, સમગ્ર રાષ્ટ્ર માટે પોતાનું જીવન સમર્પિત કરનાર રાષ્ટ્રપિતા પૂજ્ય બાપુ મહાત્મા ગાંધી અને અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઇ પટેલ સહિત અનેક વીર સપૂતોએ આઝાદીની ચળવળમાં અમૂલ્ય યોગદાન આપી શહીદી વ્હોરી હતી. જેમના પ્રતાપે આજે આપણે લોકશાહી દેશના નાગરિક તરીકે મુક્ત છીએ તેમ જણાવી સ્વાતંત્ર્ય સેનાનીઓ તથા દેશના બંધારણના ઘડવૈયા ડૉ. બાબાસાહેબ આંબેડકરને યાદ કરી પ્રજાસત્તાક દિવસે હું શત શત નમન કરૂં છું. ભારતની આઝાદી કાજે પોતાનુ સર્વસ્વ અર્પણ કરેલા આપણા નામી અનામી સ્વાતંત્ર્ય વીરો, ઉપસ્થિત મહાનુભાવો અને સર્વે ગુજરાતી બાંધવોને પ્રજાસત્તાક પર્વની કોટી કોટી શુભ કામનાઓ પાઠવું છુંવધુમાં મંત્રી ડો કુબેરભાઈ ડીંડોર એ જણાવ્યું કે ચાર દિવસ પહેલા આખુ ભારત રામના આદર્શ અને રામના કાર્યોને હર્ષોલ્લાસ સાથે વધાવી દેશના બચ્ચે બચ્ચા શ્રી રામના જયઘોષ સાથે સંતુષ્ટી વ્યક્ત કરતા જોવા મળ્યા હતા. આપણા સર્વાધિક લોકપ્રિય યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીના શબ્દોમાં જ કહું તો, રામ એક ઊર્જા છે, રામ રૂપે રાષ્ટ્ર ચેતનાનુ મંદિર, રામ ભારતની પ્રતિષ્ઠા અને પ્રતાપ છે. દેશની આઝાદી માટે, દેશની આન-બાન-શાન માટે, દેશના ગૌરવ માટે, જે-જે લોકોએ પોતાનું સમર્પણ અને યોગદાન આપ્યું છે, ત્યાગ અને તપસ્યાની પરાકાષ્ઠા સર્જીને આપણને મહામુલી આઝાદી અપાવી છે. આજે આઝાદીના અમૃતકાળમાં આપણે સહુ ભારતીય નાગરિક હોવાનો ગર્વ અનૂભવી રહ્યા છીએ. સૌ આઝાદીના લડવૈયાઓ, સ્વાતંત્ર્યવીર મહાનુભાવો, માતા-બહેનો તથા તમામ સ્વાતંત્ર સેનાનીઓને આજના પ્રજાસત્તાક દિવસે હું શત – શત નમન કરું છું.
વધુમાં મંત્રી ડો કુબેરભાઈ ડીંડોરએ જણાવ્યું કે ગુજરાતના પનોતા પુત્ર અને દેશના સર્વાધિક લોકપ્રિય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આપેલા વિકાસ મંત્રને આપણે સત્યનિષ્ઠા પૂર્વક લઈને ચાલી રહ્યા છીએ. તેથી જ એક ભારત એક રાષ્ટ્રના એક સંકલ્પ સાથે આપણા ભારતે અસામાન્ય સિદ્ધિઓ હાંસલ કરી છે. વધુમાં મંત્રી ડો કુબેરભાઈ ડીંડોરએ ઉમેર્યું કે આપણા મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ“ટીમ ગુજરાતે”આજે ગુજરાતના ખૂણે ખૂણાનો વિકાસ કરીને ઊંચાઈના શિખરો સર કર્યા છે. ગુજરાતે વિકસિત ભારત @ ૨૦૪૭ની પરિકલ્પનાને સાકાર કરવાની દિશામાં નક્કર પગલા લીધા છે. સ્વચ્છ ભારત અભિયાન, મેરી મીટ્ટી, મેરા દેશ અને વાઇબ્રન્ટ ગુજરાત – ૨૦૨૪ ના સફળ આયોજન દ્વારા ગુજરાતના ઔદ્યોગિક ફલકમાં નવતર આયામો સર્જ્યા છે. આજે ભવ્ય અને દિવ્ય ગુજરાતના નિર્માણની અપ્રતિમ ચેતના જાગી છે. વિકસિત ગુજરાત થકી વિકસિત ભારતના નિર્માણનો એક અજબનો વિશ્વાસ પેદા થયો છે. આજની ગુજરાત સરકાર એ કામ કરતી સક્રીય સરકાર છે એની સૌ કોઇને પ્રતીતિ થઇ રહી છે. આપ લોકોએ આ સરકારને અઢળક આશીર્વાદ આપીને ગુજરાતની સેવા કરવાનો છેલ્લા સવા બે દાયકાથી અવસર પ્રદાન કર્યો છે. અને એટલે જ આ સરકાર આજે લોકોની અપેક્ષાઓને ફળીભૂત કરવામાં સદાય પ્રતિબધ્ધ રહી છે. અમે સતત લોકસેવા કરનારા લોકો છીએ. રૂકના, ઝુકના ઓર થકના હમે મંજુર નહીં હૈ. પ્રધાનમંત્રીના માર્ગદર્શનમાં ગુજરાતનાં યુવાનોમાં રહેલી ઉદ્યોગ સાહસિકતાને આર્થિક પીઠબળ પૂરું પાડી તેમના સપનાંઓને પાંખો આપવાનું કામ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળની રાજ્ય સરકાર અભૂતપૂર્વ રીતે કરી રહી છે. આજે આપણું ગુજરાત‘ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ’રેન્કિંગમાં સમગ્ર દેશમાં બીજા ક્રમે છે. રાજ્યના કૌશલ્યવાન યુવાઓને રોજગારી મળી રહે તે માટે સમયાંતરે રાજ્યમાં ભરતી મેળાનું આયોજન થાય છે.