મકાન ઉપરથી પસાર થતી 11 KV ની લાઇનને અચાનક હાથ અડી જતા સ્થળ પર જ મોત
દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરાના તળાવ ફળિયામાં પોતાના ધંધાર્થે ભાડાના મકાનમાં રહેતા ઉત્તરપ્રદેશના કાનપુર જિલ્લાના બલિયાપુરના સુનિલભાઈ મહેશભાઈ નાયક ઉ.વ. ૨૦ વર્ષ ધંધો – બાલ લે-વેચનો આજે તા.૦૪/૧૦/૨૦૨૦ ને રવિવારના રોજ રજા હોવાથી ઘરે જ હતા અને તેઓ કોઈક કામ અર્થે ધાબા ઉપર ચડ્યા હતા ત્યારે ધાબા પરથી પસાર થઈ રહેલા 11 KV ની હેવિ લાઈનના વાયર પર અચાનક તેમનો હાથ અડી જતાં ઘટના સ્થળે જ તેમનું કમકમાટીભર્યુ મોત નિપજયુ હતું. આ બાબતની જાણ થતાં આજુબાજુના તેમના વિસ્તારના લોકો દોડી આવતા તાત્કાલિક
ફતેપુરાની સરકારી દવાખાનામાં 108 મારફતે લઇ જવામાં આવ્યા હતા. ત્યાં હાજર ડોક્ટરે તેમને મૃત જાહેર કરતા સુનિલભાઈના પરિવારમાં ઘેરા શોકનો માતમ છવાઇ ગયો હતો.
આ 11 KV ની લાઇન નીચે મકાન કેવી રીતે બન્યું ? કોને બનાવ્યું ? અને આ મકાન બનાવવા મંજૂરી કોણે આપી ? અને હેવી લાઇન નીચે મકાન બનાવ્યું તો ઘરમાં રહેતા લોકોની સેફટી માટે કેમ કોઈ આયોજન કરવામા ન આવ્યું ? જેવા અનેક પ્રશ્નો તળાવ ફળીયા વિસ્તારના લોકમુખે ચર્ચાનો વિષય બન્યો હતો. આ બાબતની તપાસ થવી જોઈએ તેવી પણ ચર્ચાએ જોર પકડ્યું હતું.