THIS NEWS IS SPONSORED BY –– RAHUL HONDA
દાહોદ જિલ્લામાં આજે તા.૦૮/૦૭/૨૦૨૦ ને બુધવારના રોજ કોરોના વાઇરસનો મોટો બૉમ્બ વિસ્ફોટ થયો. દાહોદના ૦૪ પત્રકાર સહિત કુલ ૧૮ લોકોને કોરોના પોઝીટીવ જાહેર થતા આરોગ્ય તંત્ર અને વહીવટી તંત્રમાં હલચલ મચી જવા પામી છે. આરોગ્ય વિભાગ દ્વારા ગઈ કાલે ૧૭૮ જેટલાં સેમ્પલો એકત્ર કરી તપાસ અર્થે મોકલવામાં આવ્યા હતા.જેઓના રિપોર્ટ આજ રોજ આવતા ૧૭૮ સેમ્પલો પૈકી ૧૬૦ લોકોના રિપોર્ટ નેગેટિવ આવ્યા હતા અને કુલ ૧૮ લોકોના રિપોર્ટ પોઝીટીવ આવ્યા હતા. આ ૧૮ વ્યક્તિઓનો કોરોના રિપોર્ટ પોઝીટીવ આવતા આરોગ્ય તંત્ર સહીત વહીવટી તંત્રમાં પણ ખલભળાટ મચી ગઇ છે.
દાહોદ જિલ્લાની તમામ જનતાને NewsTok24 ની ટીમ વતી એક વિનંતી કે ઘરમાં રહો સુરક્ષિત રહો. વગર કારણે બજાર કે કોઈપણ જગ્યાએ જવાનું ટાળો.
આજ રોજ દાહોદ જિલ્લાના કોરોના પોઝીટીવ કેસનો ફરીથી મોટો બૉમ્બ બ્લાસ્ટ થવા પામ્યો હતો. અને કુલ ૧૮ વ્યક્તિઓને કોરોનાએ સકંજામાં લઈ લીધેલ છે. જે વ્યક્તિઓ કોરોના પોઝીટીવ આવ્યા તેઓમાં ૦૪ પત્રકાર છે જેઓ નામ (૧) વિનોદચંદ્ર રણછોડદાસ પંચાલ, ઉ.વ. – ૬૧ વર્ષ રહે. સોનીવાડ, દાહોદ, (૨) સચિન કનુભાઈ દેસાઈ ઉ.વ. – ૫૧ વર્ષ, રહે. દેસાઇવાડા, દાહોદ, (૩) ઈરફાન મહેબૂબમીયા મલેક ઉ.વ. ૪૧ વર્ષ, રહે. દાહોદ, (૪) જીગર વિનોદચંદ્ર પંચાલ ઉ.વ. ૩૫ વર્ષ, રહે. સોનીવાડ, દાહોદ તથા અન્ય વ્યક્તિઓમાં (૫) તસલીમાં સાબીર પઠાણ ઉ.વ. ૩૬ વર્ષ, રહે. કસ્બા, દાહોદ (૬) સિદ્ધાર્થ દિલીપભાઈ રોહિલા ઉ.વ. ૪૭ વર્ષ રહે. મંડાવાવ રોડ, દાહોદ, (૭) કલ્પના રસિક દેસાઈ ઉ.વ. ૭૦ વર્ષ, રહે. દેસાઇવાડા, દાહોદ, (૮) કિઆન પ્રભાકર ધાગ ઉ.વ. ૪૦ વર્ષ, રહે. ગોધરા રોડ, દાહોદ, (૯) મુર્તુઝા હુસેનભાઈ બોરીવાલા ઉ.વ. ૪૮ વર્ષ, રહે. હુસેની મહોલ્લા, દાહોદ, (૧૦) ડો.વનરાજસિંહ એમ. હાડા ઉ.વ. ૪૮ વર્ષ, રહે. દાહોદ (૧૧) જૂજરભાઈ અલીમુદ્દીન ખડકીવાલા ઉ.વ. ૬૮ વર્ષ, રહે. દાહોદ, (૧૨) જયકુુમાર રાજુુુભાઈ તડવી ઉ.વ. ૨૫ વર્ષ, રહે. દાહોદ (૧૩) નગીનભાઈ પરસોત્તમભાઈ પરમાર ઉ.વ. ૬૫ વર્ષ, રહે. નાના ડબગરવાડ, દાહોદ, (૧૪) અબ્દુલ્લા સૈફુદ્દીન ઝાબ્બાવાલા ઉ.વ. ૬૫ વર્ષ રહે. દાહોદ, (૧૫) ભદ્રેેેશભાઈ દિલીપભાઈ રાણા ઉ.વ. ૩૨ વર્ષ, રહે. લીમડી તા. ઝાલોદ જી.દાહોદ. (૧૬) પિયુષ ગોવિંદભાઇ ચૌહાણ ઉ.વ. ૩૫ વર્ષ, રહે. દુધિયા તા.લીમખેડા, જી.દાહોદ, (૧૭) ઈશ્વર એ. પટેલ ઉ.વ. ૧૮ વર્ષ ખાટી આંબા ફળિયું, બોગડવા, તા.દે. બારીયા જી.દાહોદ અને (૧૮) દિનેશ આર. બારીયા ઉ.વ. ૧૮ વર્ષ રહે. બામણિયા ફળિયું, રેબારી, તા. દે. બારીયા જી.દાહોદનાઓને કોરોનાના લક્ષણો દેખાતા તરત જ ઝાયડસ હોસ્પિટલમાં આઇસોલેશન વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા છે. ઉપરોક્ત અઢાર વ્યક્તિઓમાંથી સિધ્ધાર્થ, કલ્પનાબેન, નગિનભાઈ, અબ્દુુુલા ઝાબ્બાવાલા, જૂજરભાઈ, કિરણભાઈ, પીયૂષભાઇ પહેલેથી જ ઝાયડ્સ મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં દાખલ થયેલ હતા.
આ ૧૮ કોરોના પોઝીટીવ વ્યક્તિઓમાંથી જે ૦૪ પત્રકાર છે તે અગાઉ ૦૧ પત્રકાર સાબીર ભભોરને કોરોના પોઝીટીવ આવેલ તેના સંપર્કમાં આવેલ હતા માટે તે પત્રકાર કોરોના પોઝીટીવ આવતા આ ચારે પત્રકાર સેલ્ફ હોમ ક્વોરાન્ટાઈન થઈ ગયેલ હતા. આ તમામ કોરોના પોઝીટીવ વ્યક્તિઓ કોના કોના સંપર્કમાં આવેલ અને તેમની વધુ ટ્રાવેલ હિસ્ટ્રીની તપાસમાંં વહીવટી તંત્ર અને આરોગ્ય વિભાગની ટીમ લાગી ગઈ. અને તેમના સંપર્કમાં આવેલ તમામ લોકોને ક્વોરાન્ટાઈન કરવાનું વહીવટી તંત્ર અને આરોગ્યની ટીમ દ્વારા શરૂ કરી દેવામાં આવ્યું છે.
THIS NEWS POWERED BY –– PHONE WALE
દાહોદ જિલ્લાના મુખ્ય મથક દાહોદમાં – ૧૪, ઝાલોદમાં – ૦૧, લીમખેડામાં – ૦૧ અને દેવગઢ બારીયામાં – ૦૨ કોરોના પોઝીટીવ કેસ સાથે કુલ ૧૮ કોરોના પોઝીટીવ આવતા કુલ કોરોના પોઝીટીવની સંખ્યા ૯૮ થઈ છે. જેમાંથી કુલ ૫૦ લોકો સાજા થઈ ઘરે પરત ગયેલ છે. કુલ એક્ટિવ કેસની સંખ્યા ૪૫ થઈ ગઈ છે. અને જિલ્લામાં મૃત્યુનો આંકડો ૦૩ થયો છે.